Western Times News

Gujarati News

સિંગતેલ, કપાસિયા તેલની કિંમતોમાં ઘટાડો નોંધાયો

Files Photo

રાજકોટ, રાજકોટમાં સિંગતેલ સહિતના તેલના ભાવમાં આ અઠવાડિયામાં ડબે ૨૫ થી ૪૦ રૂપિયાનો ઘટાડો થયો છે. જાે કે, ચોમાસુ નજીક આવતા મગફળી સહિતના માલની વેચાવલી વધતા ભાવ ઘટ્યા છે. જ્યારે કપાસિયા તેલ ડબે ૪૦ રૂપિયા, પામોલિયન તેલના ડબે ૪૦ રૂપિયા, સનફલાવર તેલના ડબે ૨૦ અને કોર્ન ઓઇલમાં ડબે ૪૦ રૂપિયાનો ઘટાડો જાેવા મળી રહ્યો છે.

હાલ સિંગતેલના ડબાનો ભાવ રૂપિયા ૨૪૬૫ થયો છે. મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમા વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં ૫૦ રૂપિયાનો ઘટાડો થયો હતો.

તો કપાસિયા તેલના ભાવ ૩૦ રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો ૨૫૦૦થી ૨૫૫૦ થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા. આ પાછળ ચીનની માંગ કારણભૂત છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા. બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા.

તેની સાથે સાથે સિંગતેલના ભાવમાં ધટાડો જાેવા મળ્યો હતો. પરંતુ હવે ચાઈનાએ હાજર માલમાં ખરીદી કરતા ડિમાન્ડ નીકળી અને આ કારણે ભાવ વધ્યા હતા. સ્થિર વલણ રહ્યા બાદ ફરી પાછો ભાવમાં વધારો આવતા સિંગતેલના ભાવમાં ગત અઠવાડિયામાં ડબે રૂપિયા ૪૦ થી ૫૦ રૂપિયાનો વધારો ઝીંકાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.