સિંગતેલ-કપાસિયા તેલમાં ૪૦ અને ૨૦નો વધારો થયો
સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૭૨૦થી ૨૭૭૦સુધીે જ્યારે કપાસિયાના ડબ્બાનો ભાવ ૨૬૦૦થી ૨૬૨૦ થયો
રાજકોટ, પેટ્રોલ ડીઝલ અને શાકભાજીમાં થયેલા ભાવ વધારાનો માર જનતા ખમી જ રહી છે ત્યારે વધુ એક મોંઘવારીની થપાટ જનતાને લાગી છે. ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.કપાસિયા અને સિંગતેલમાં આ ભાવ વધારાનું કારણ નિકાસમાં થઈ રહેલો સતત વધારો છે. મગફળીની સીઝન શરૂ થયા પહેલા જ સીંગતેલ મોંઘુ થઈ ગયું છે.
સિંગતેલનો ડબ્બાનો ભાવ ૨૭૨૦થી ૨૭૭૦ રૂ. સુધી પહોંચ્યો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૨૬૦૦થી ૨૬૨૦ રૂ. આસપાસ પહોંચ્યો છે.આપને જણાવી દઈએ કે દિવાળી દરમિયાન સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો.સિંગતેલના ડબાના ભાવ ૨૨૭૦ થી ૨૩૫૦ સુધી પહોંચ્યા હતા.
જ્યારે કપાસિયા તેલના ડબાનો ભાવ ૨૦૭૦ થી ૨૧૫૦ રૂપિયા થઈ ગયો હતો. તે બાદ સતત ભાવ વધારો કરવામાં આવતા છેલ્લા ૬ મહિનામાં તેલ ૨૭૦૦ને પાર પહોંચી ગયું છે. જેથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે ડબ્બે ૫૦૦ રૂપિયા સીંગતેલનો ભાવ વધી ગયો છે.
દેશમાં તેલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારની માર્કેટ કેપ ર્નિભર પર રહે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધારા માટે સૌથી મોટું જવાબદાર ચીન છે. ચીન મોંઢે માંગેલી કોઈ પણ કિંમતે તેલ ખરીદવા તૈયાર છે તેના કારણે ભાવમાં વધારો થવાનું તારણ આપવામાં આવે છે. વિદેશમાં સિંગદાણાની ડિમાન્ડ વધતા ભાવમાં વધારો થઈ રહ્યો છે.
સિંગતેલ અને કપાસિયા તેલની સાથે સાથે મકાઈ, પામતેલના ભાવોમાં પણ વધારો નોધાયો છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ બારમાસી સિઝન શરૂ થઈ ગઈ છે. અને મસાલા, ઘઉંના ભાવો પણ વધી રહ્યાં છે. તેમાં ખાદ્યતેલના ભાવવધારો શરૂ થતાં લોકોના બજેટ પર અસર થઈ રહી છે.SS3KP