Western Times News

Gujarati News

સિંગર અભિજીતનું ૧૧ વર્ષ પછી ‘પંચાયત સીઝન ૩’ સાથે કમબૅક

અભિજીતે ૮૦ના દાયકામાં પોતાના કૅરિઅરની શરૂઆત કરી હતી

અભિજીતનું છેલ્લું નોંધપાત્ર ગીત તેણે ૨૦૧૬૩માં રણબીર કપુરની ફિલ્મ ‘બેશરમ’માં ગાયેલું  ‘દિલ કા જો હાલ હે’ હતું

મુંબઈ,અભિજીત ભટ્ટાચાર્યાએ ૮૦ના દાયકામાં એક પ્લેબૅક સિંગર તરીકે પોતાની કૅરિઅરની શરૂઆત કરી હતી. પછી ૯૦નો દસકો આવતા આવતા તેઓ હિન્દી ફિલ્મ મ્યુઝિકનો એક મહત્વનો હિસ્સો બની ચૂક્યા હતા. એમણે એવા યાદગાર ગીતો ગાયા છે કે આ ગીતો એ જમાનાના દરેક સુપર સ્ટાર પર ફિલ્માવાયા છે.તો હવે અભિજીતના ફૅન્સ માટે એક સરપ્રાઇઝની વાત એ છે કે તેણે ખુબ જાણીતી વેબ સિરીઝ ‘પંચાયત’ની ત્રીજી સીઝન માટે એક સુંદર ગીત ગાયું છે.

‘થામે દિલ કો’ ગીતથી અભિજીત ભટ્ટાચાર્ય જોરદાર કમબૅક કરશે. અભિજીતનું છેલ્લું નોંધપાત્ર ગીત તેણે ૨૦૧૬૩માં રણબીર કપુરની ફિલ્મ ‘બેશરમ’માં ગાયેલું ‘દિલ કા જો હાલ હે’ હતું. મજાની વાત એ છે કે ૯૦ની ફીલ વાળું એ ગીત પણ લલિત પંડિત દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું. ‘બેશરમ’ પછી અભિજીતે ૨૦૧૯માં ‘ખાનદાની શફાખતખાના’ ફિલ્મમાં ‘શહેર કી લડકી’નું રિમેક ગીત ગાયું હતું અને ૨૦૨૦માં ‘કૂલી નં.૧’માં ‘હુસ્ન હે સુહાના’નું રિમેક ગાયું હતું. ત્યાર બાદ તેમણે ૨૦૨૨માં ‘લવ યુ લોકતંત્ર’ અને ૨૦૨૩માં ‘ધ પૂર્વાંચલ ફાઇલ્સ’માં પણ ગીતો ગાયાં હતાં

પરંતુ તે ગીતોની ખાસ નોંધ લેવાઈ નહોતી. પરંતુ હવે ‘પંચાયત’ની ત્રીજી સીઝનમાં ‘થામે દિલ કો’ગીતમાં બ્લોકબસ્ટર થવાની પૂરી ક્ષમતા છે. પંચાયતની ત્રીજી સીઝન ૨૮મેથી એમેઝોન પ્રાઇમ પર લોંચ થઈ ચૂકી છે. આ સીઝનમાં બીજી સીઝનની કથા આગળ વધશે અને ઉત્તર ભારતના આ એક નિઃરસ ગામ ફૂલેરામાં નવી કથા આકાર લેશે. જેમાં જિતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, નીના ગુપ્તા, ફૈઝલ મલિક અને ચંદન રોય મુખ્ય ભુમિકામાં જોવા મળશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.