સિંગર ક્રિસ વીની ૨૪થી વધુ મહિલા પર રેપ બદલ ધરપકડ
બેઈજિંગ: પૉપ સિંગર અને દીપિકા પાદુકોણના કો-સ્ટાર ક્રિસ વૂ પર ૨૪થી વધારે મહિલાઓ પર રેપ કરવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે.
ચીન-કેનેડા મૂળના પોપ સ્ટાર ક્રિસ વૂની ધરપકડ કરવામાં આવી છે. ચીનના કાયદા અનુસાર તેને ૧૦ વર્ષની જેલની સજા થઈ શકે છે. ક્રિસે હોલિવૂડની ફિલ્મ ત્રિપલએક્સઃ રિટર્ન ઓફ ઝેન્ડર કેજમાં દીપિકા પાદુકોણ સાથે કામ કર્યુ હતું. ક્રિસ વૂ વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરી છે. ક્રિસની સામે ૨૪થી વધારે યુવતીઓએ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર આરોપ મુક્યા છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
ક્રિસ વૂની ઉંમર ૩૦ વર્ષ છે. ચીનના કાયદાકીય બાબતોના જાણકારોનું કહેવું છે કે, ક્રિસ વૂ પર આરોપ સાબિત થશે તો તેને ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે. ક્રિસ વિરુદ્ધ રેપનો પહેલો આરોપ જુલાઈ, ૨૦૨૦માં લાગ્યો હતો. ચીનની એક ૧૮ વર્ષીય યુવતીએ ઓનલાઈન પોસ્ટમાં આરોપ મુક્યો હતો કે ક્રિસ વૂએ તેની સાથે દારુના નશામાં દુષ્કર્મ આચર્યુ હતુ.
જાે ક્રિસ દોષી સાબિત થશે તો તેણે ચીનમાં જ ૧૦ વર્ષની જેલની સજા કાપવી પડશે. ત્યારપછી જ તે કેનેડા જઈ શકશે. શનિવારના રોજ પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે, ક્રિસ વૂ પર યુવાન યુવતીઓને ફસાવવાનો અને તેમની સાથે શારીરિક સંબંધ બાંધવાનો આરોપ છે. તેમના વિરુદ્ધ મળેલા ઓનલાઈન પુરાવાની તપાસ કરવામાં આવશે. પાછલા મહિને એક ઓનલાઈન પોસ્ટ અને પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ક્રિસ વૂની ટીમે મ્યુઝિક વીડિયોમાં કાસ્ટિંગ માટે તેના ઘરે બોલાવી હતી. ત્યારે વૂના ઘરે પાર્ટી હતી. ત્યાં જબરદસ્તી તેને દારુ પીવડાવવામાં આવ્યો. ત્યારપછી તેણે હોશ ગુમાવી દીધા અને બીજા દિવસે સવારે જ્યારે તે ઉઠી તો ક્રિસ વૂ તેની સાથે હતો.
આ યુવતીએ જણાવ્યું કે, અન્ય સાત યુવતીઓ પણ તેને જણાવ્યું કે ક્રિસ વૂએ નોકરી અપાવવાના બહાને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ક્રિસ વૂ પર જે યુવતીઓએ આરોપ મુક્યો છે તેમાંથી અમુક નાબાલિગ પણ છે. જાે કે ક્રિસે તમામ આરોપોને પાયાવિહોણા જણાવ્યા છે.