સિંગર મિકા સિંહને પંચાયતે બાંધકામ રોકવા નોટિસ આપી

નવી દિલ્હી, પોતાના અપકમિંગ રિયાલિટી શૉ સ્વંયવર- મીકા દી વોટીની તૈયારી કરી રહેલા સિંગર મિકા સિંહને ગોવાની એક સ્થાનિક ગ્રામ પંચાયતે એક નોટિસ ફટકારી છે. મિકા સિંહ પર આરોપ છે કે તે દરિયા કિનારે નિયમોનું ઉલ્લંઘન કરીને એક બંગલો બનાવડાવી રહ્યો છે. આ બાંધકામને રોકવા માટે મિકા સિંહને નોટિસ મોકલવામાં આવી છે.
પોપ્યુલર સિંગર મિકા સિંહ અત્યારે રિયાલિટી શૉ ‘સ્વયંવર- મીકા દી વોટી’ના માધ્યમથી પોતાની દુલ્હનને શોધી રહ્યો છે પરંતુ દુલ્હન મળે તે પહેલા જ એક વિવાદમાં સપડાયો છે. ગોવાની એક સ્થાનિક ગ્રામ પંચાયતે મિકા સિંહને નોટિસ પાઠવી છે, કારણકે તે અંજુનામાં બીચફ્રંટ વિલાનું નિર્માણ કરાવી રહ્યો હતો.
મિકા સિંહ પર આરોપ છે કે, તેણે આ બંગલો બનાવવા માટે કોઈની પણ મંજૂરી નથી લીધી. આ સાથે જ કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ફરિયાદ મળ્યા પછી કામ રોકવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. પરંતુ હજી સુધી નોટિસનો કોઈ જવાબ આપવામાં નથી આવ્યો.
મિકા સિંહ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે સમુદ્રથી અત્યંત નજીક બે માળની વિલાનું બાંધકામ શરુ કરાવ્યું છે. આટલુ જ નહીં, તેણે હાઈ-ટાઈડ લાઈનથી ૩ મીટર આગળના વિસ્તારને પણ કવર કરી લીધો છે. કોસ્ટર ઝોન રેગ્યુલેશન્સ અનુસાર, હાઈ-ટાઈડ લાઈનથી ૦-૨૦૦ મીટર વચ્ચે કોઈ પણ પ્રકારના નિર્માણને મંજૂરી આપવામાં નથી આવતી.
માત્ર માછીમારી સાથે સંકળાયેલા લોકો જે આ નોટિફિકેશન આવતા પહેલાથી ત્યાં રહેતા હતા તેમને જ તેની મંજૂરી છે.
પેટ્રિક આ બાબતે જણાવે છે કે તેમને ફરિયાદ મળી છે અને તે એક નોટિસ પાઠવીને કામ રોકવાનો આદેશ આપી ચૂક્યા છે. જાે નોટિસનો સંતોષકારક જવાબ નહીં મળે તો આ બાબતને પંચાયત સમક્ષ રજૂ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સિંગર તરફથી હજી સુધી નોટિસનો જવાબ આપવામાં નથી આવ્યો.
મિકા સિંહની વાત કરીએ તો, સ્વયંવર- મિકા દી બોટી ટૂંક સમયમાં શરુ થશે. આ શૉમાં સિંગર ટીવી રિયાલિટી શૉના માધ્યમથી પોતાની દુલ્હન શોધશે. આ શૉમાં ૧૨ કન્ટેસ્ટન્ટ્સ ભાગ લેશે, જે મિકાને ઈમ્પ્રેસ કરશે. આ શૉ સ્ટાર ભારત ચેનલ પર ૧૯ જૂનથી શરુ થવા જઈ રહ્યો છે અને રાત્રે આઠ વાગ્યે ટેલિકાસ્ટ થશે.ss2kp