સિંગર શાલ્મલી ખોલગડેએ અત્યંત સાદગીથી લગ્ન કર્યા
મુંબઈ, ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે. એક પછી એક સેલિબ્રિટી લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. તાજેતરમાં જ અભિનેતા વિનીત કુમાર સિંહના લગ્નની ખબર સામે આવી છે, ત્યારે હવે સિંગર શાલ્મલી ખોલગડે પણ સાત ફેરા લીધા છે.
આમ તો બોલિવૂડ સેલેબ્સ ધૂમધામથી લગ્ન કરતા હોય છે, પરંતુ શાલ્મલીએ અત્યંત સાદગીથી લગ્ન કર્યા છે. શાલ્મલી મેં પરેશાન, બલમ પિચકારી, લત લગ ગઈ જેવા બ્લોકબસ્ટર પાર્ટી સોન્ગને કારણે ઓળખાય છે. તેણે બોયફ્રેન્ડ ફરહાન શેખ સાથે લગ્ન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે શાલ્મલી અને ફરહાન શેખ પાછલા છ વર્ષથી ડેટ કરી રહ્યા હતા. ફરહાન એક સાઉન્ડ એન્જિનિયર છે. કપલે અત્યંત સાદગીથી લગ્ન કર્યા છે, તમામ લોકો આ સાદગીના વખાણ કરી રહ્યા છે. લગ્નમાં ઘણાં ઓછા લોકો હાજર હતા.
View this post on Instagram
શાલ્મલી અને ફરહાને ૨૨મી નવેમ્બરના રોજ એક પ્રાઈવેટ સેરેમનીમાં સાત ફેરા લીધા હતા. હવે આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. શાલ્મલીએ મંગળવારે એટલે કે ૩૦મી નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
લગ્ન માટે શાલ્મલીનો લુક પણ ઘણો સિંપલ હતો. ભારે-ભરખમ લહેંઘાના સ્થાને તેણે ઓરેન્જ કલરની સાડીમાં ફેરા લીધા હતા. ફરહાન શેખે પણ માત્ર ઓરેન્જ કુર્તો પહેર્યો હતો. શાલ્મલી અને ફરહાનના લગ્ન અત્યંત પ્રાઈવેટ સેરેમનીમાં થયા હતા.
લગ્નમાં અત્યંત નજીકના સગા જ હાજર રહ્યા હતા. લગ્નની તસવીરોમાં સૌથી વધારે ધ્યાન વરમાળાએ ખેંચ્યું છે. શાલ્મલી અને ફરહાને અત્યંત યુનીક વરમાળા પહેરી હતી. તેમણે પોતાની યાદગાર પળોની તસવીરો વરમાળામાં લગાવી હતી. શાલ્મલીએ જણાવ્યું કે તેમણે ઘરના લિવિંગ રુમમાં જ લગ્ન કર્યા. તે સમયે તેમના માતા-પિતા, કઝિન અને અમુક સગા હાજર હતા.
શાલમલીએ જણાવ્યું કે તે પોતાના લગ્ન હિન્દુ અને મુસ્લિમ બન્ને રિવાજ સાથે કરવા માંગતી હતી. માટે તેમણે ફેરા પણ લીધા અને પછી નિકાહ પણ કર્યા. શાલ્મલી અને ફરહાનના નિકાહ ફરહાનના બનેવીએ કરાવ્યા હતા જ્યારે શાલ્મલીના પિતાએ વિવાહ સંસ્કાર કરાવ્યા હતા.
પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો શાલ્મલીએ ૧૬ વર્ષની ઉંમરથી જ કરિયરની શરુઆત કરી હતી. તેના માતા ઉમા પણ એક ક્લાસિકલ સિંગર અને થિએટર આર્ટિસ્ટ છે. શાલ્મલીએ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, બંગાળી અને મરાઠી ફિલ્મોમાં ગીત આપ્યા છે.SSS