સિંગર સુનિધિ ચૌહાણના પતિ સાથે સંબંધો વણસ્યા ?
મુંબઈ: બોલિવુડની જાણીતી સિંગર સુનિધિ ચૌહાણના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાની ચર્ચા છેલ્લા થોડા સમયથી ચાલી રહી છે. વિવિધ મીડિયા રિપોર્ટ પ્રમાણે, સુનિધિ ચૌહાણના લગ્નજીવનમાં કશું જ બરાબર નથી ચાલી રહ્યું. થોડા સમય પહેલા સુનિધિના પતિ હિતેશન સોનિક સાથેની વાતચીતમાં પત્ની સાથેના સંબંધોમાં તિરાડ પડી હોવાની વાત ફગાવી હતી. જ્યારે સુનિધિએ આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો. જાે કે, મનોરંજન ઈન્ડસ્ટ્રીની ગલીઓમાં ગણગણાટ છે કે, સુનિધિ અને હિતેશના સંબંધો વણસી ગયા છે.
ઈન્ડસ્ટ્રીના આંતરિક વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે કે, સુનિધિ અને હિતેશ ગોવાની ટ્રીપ પરથી આવ્યા ત્યારથી બંને વચ્ચે મતભેદો સર્જાયા છે. લગ્નજીવન અંગે ચાલી રહેલી અફવાઓ અંગે સુનિધિ મૌન રહેતા આ વાતને હવા મળી છે. જાે કે, આ રહસ્ય પરથી હવે પડદો ખસી ગયો છે. સુનિધિ અને હિતેશના લગ્નજીવનમાં ઉથલપાથલ સર્જાઈ હતી. પરંતુ તાજેતરમાં જ કપલે મતભેદો દૂર કરીને સમાધાન કરી લીધું છે. એટલું જ નહીં સુનિધિએ પોતે પણ કહ્યું, હવે બધું જ બરાબર છે. હું અને હિતેશ સાથે રહીએ છીએ.
જણાવી દઈએ કે, હિતેશ સાથે સુનિધિના બીજા લગ્ન છે. અગાઉ સુનિધિએ કોરિયોગ્રાફર બોબી ખાન સાથે લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન થયા ત્યારે સુનિધિ માત્ર ૧૮ વર્ષની હતી. જાે કે, સુનિધિના પહેલા લગ્ન લાંબુ ના ટક્યા અને એક જ વર્ષમાં તે બોબી ખાનથી અલગ થઈ હતી. જે બાદ સુનિધિએ ૨૦૧૨માં હિતેશ સાથે લગ્ન કર્યા હતા. ૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સુનિધિ અને હિતેશના દીકરાનો જન્મ થયો હતો. કમલી’ (ધૂમ ૩), ‘ધૂમ મચાલે’ (ધૂમ), ‘શીલા કી જવાની’ (તીસ માર ખાં), ‘દિવાનગી દિવાનગી’ (ઓમ શાંતિ ઓમ), ‘ક્રેઝી કિયા રે’ (ધૂમ ૨), ‘દેસી ગર્લ’ (દોસ્તાના) વગેરે જેવા ગીતો સુનિધિ ચૌહાણે ગાયેલા પોપ્યુલર ગીતો પૈકીના છે.
જણાવી દઈએ કે, પ્લેબેક સિંગર હોવા ઉપરાંત સુનિધિ ચૌહાણ સિંગિંગ રિયાલિટી શોની જજ પણ રહી ચૂકી છે. સુનિધિએ ‘ઈન્ડિયન આઈડલ’ની અમુક સીઝન જજ કરી છે. છેલ્લે સુનિધિ ‘ધ રિમિક્સ’ અને ‘દિલ હૈ હિન્દુસ્તાની’ (સીઝન ૨) જેવા શોમાં જાેવા મળી હતી.