Western Times News

Gujarati News

સિંગર હનિસિંહની પત્નીની ઘરેલુ હિંસાની ફરિયાદ

નવી દિલ્હી: સિંગર અને રૅપર યો યો હની સિંહ આજકાલ પત્ની સાથેના વિખવાદના કારણે ચર્ચામાં છે. હની સિંહની પત્ની શાલિની તલવારે તેના પર ઘરેલુ હિંસાની ફરિયાદ કરી છે. હવે અહેવાલ આવી રહ્યા છે કે, શાલિનીએ પતિ પાસે ૧૦ કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. તીસ હજારી કોર્ટે શાલિનીની અરજી પર ૨૮ ઓગસ્ટ સુધીમાં હની સિંહ ઉર્ફે હિરદેશ સિંહને જવાબ આપવાનો આદેશ કર્યો છે. હની સિંહ ઉપરાંત શાલિનીએ તેના પરિવાર સામે પણ માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો આરોપ મૂક્યો છે. શાલિની તલવારે ૩ ઓગસ્ટના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં પ્રોટેક્શન ઓફ વીમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટર હેઠળ પતિ હિરદેશ સિંહ અને પોતાના સાસરીવાળા સામે ફરિયાદ દાખલ કરી હતી. શાલિનીએ દાવો કર્યો છે કે, હની સિંહે તેની સાથે ઘણીવાર મારઝૂડ કરી છે.

શાલિનીએ આરોપ લગાવ્યો છે કે, લગ્ન બાદ હની સિંહના કેટલીય મહિલાઓ સાથે શારીરિક સંબંધ હતા. શાલિનીએ ૧૦ કરોડનું વળતર માગતા કહ્યું છે કે, આટલા વર્ષો દરમિયાન તેની સાથે જાનવર જેવું વર્તન થયું છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, શાલિનીના વકીલે જણાવ્યું છે કે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાનિયા સિંહે હની સિંહને નોટિસ આપીને આદેશ કર્યો છે કે, શાલિની સાથેની તેની જાેઈન્ટ પ્રોપર્ટીને વેચવાની કે તેમાં કોઈ ત્રીજી વ્યક્તિને માલિકી ના આપે. સાથે જ શાલિનીની જ્વેલરીને પણ ન વેચે તેવી સૂચના અપાઈ છે.

શાલિનીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, તેના પતિએ ઘણીવાર તેની સાથે મારઝૂડ કરી છે. હનીમૂન વખતે પણ હની સિંહે તેની સાથે મારઝૂડ કરી હતી, ગાળો આપી હતી, યૌન શોષણ થયું હતું અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. શાલિનીએ હની


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.