સિંગાપુરના વૈજ્ઞાનિકોએ બનાવી નવી પદ્ધતિઃ 36 મિનિટમાં મળી જશે કોરોનાન ટેસ્ટનું પરિણામ
સિંગાપુરના વૈજ્ઞાનિકો એક નવી ટેકનીક વિકસિત કરી છે. જેથી પ્રયોગશાળામાં થનાર કોવિડ 19ની તપાસ ખાલી 36 મિનિટમાં પૂરી થઇ જશે. હાલ જે પ્રણાલી ચાલે છે તે મુજબ ઉચ્ચ પ્રશિક્ષિત ટેકનિકલ કર્મચારીઓને આમાં જરૂર પડે છે અને આ રિપોર્ટ તૈયાર કરતા અનેક કલાકો લાગે છે. વિશ્વિવિદ્યાલયે સોમવારે કહ્યું કે નાનયાંગ ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના લી કૉગ ચિયાન સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવતી નવી ટેકનિક મુજબ કોવિડ 19 પ્રયોગશાળામાં તપાસમાં લગાતો સમય અને રીતે બંને સરળ અને ઝડપી કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ પરિક્ષણમાં પોર્ટેબલ ઉપકરણોનો ઉપયોગ કરી શકાય છે. જેમાં સ્ક્રીનિંગ ટૂલના રૂપમાં રજૂ કરી શકાય છે અને નવી ટેકનિકથી કોવિડ 19ની પ્રયોગશાળામાં તપાસનો રિપોર્ટ ખાલી 36 મિનિટમાં તમને મળી શકે છે.
વર્તમાન સમયમાં કોવિડ 19 પરિક્ષણનો સૌથી સંવેદનશીલ રીત છે પોલીમરેજ ચૈન રિએક્શન આ પ્રયોગશાળાની ટેકનિકમાં એક મશીન વાયરલ આનુવાંશિક કળોને વારવાર કોપી કરી તેની તપાસ કરે છે. જેથી સાર્સ સીઓવી 2 વાયરસનો કોઇ લક્ષણ છે કે નહીં તે અંગે જાણી શકાય. સાથે જ આરએએનની તપાસમાં પણ સૌથી વધુ સમય લાગે છે. જેમાં રોગીના નમૂનાના અન્ય ઘટકો સાથે આરએનએને અલગ કરવામાં આવે છે.
આ પ્રક્રિયામાં જે રસાયણોનો ઉપયોગ થાય ચે તે અછત હાલ દુનિયાભરમાં છે. એનટીયૂ એલકેસીમેડિસન દ્વારા વિકસિત આ નવી ટેકનોલોજીમાં અનેક ચરણો એક બીજાથી જોડાયેલા છે અને તેમાં દર્દીના નમૂનાની સીધી તપાસ થાય છે. અને આ પરિણામો ઓછી સમયમાં આરએનએને રસાયણોની જરૂર નહીં પડે. આ નવી ટેકનોલોજીની વિસ્તુત જાણકારી વૈજ્ઞાનિક પત્રિકા જીન્સમાં પ્રકાશિત કરવામાં આવી છે.