સિંગાપુરમાં માનસિક રીતે બિમાર ભારતીય મૂળના નાગરિકને ફાંસી અપાઈ: 42 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયો હતો

નવી દિલ્હી, ડ્રગ્સની દાણચોરી બદલ દોષી ઠેરવવામાં આવેલા ભારતીય મૂળના મલેશિયાઈ નાગરિક નાગેન્દ્ર ધર્મલિંગમને બુધવારે સિંગાપુરમાં ફાંસી આપવામાં આવી હતી.
તેના પરિવારે મીડિયાને જાણકારી આપી હતી અને કહ્યુ હતુ કે, તે માનસિક રીતે બીમાર હતો. આ સંદર્ભમાં ધર્મલિંગમની માતાએ કરેલી અપીલ કોર્ટે ગઈકાલે ફગાવી દીધી હતી.
ધર્મલિંગમના ભાઈના કહેવા પ્રમાણે આજે સવારે તેને ફાંસી આપવામાં આવી હતી. 2009માં તેને 42 ગ્રામ હેરોઈનની દાણચોરી કરવા બદલ મોતનીસ જા અપાઈ હતી. તે સિંગાપુર બોર્ડર પરથી પકડાયો હતો.
2010માં તેને કોર્ટે મોતની સજા ફટકારી હતી. ધર્મલિંગમની માતાએ પોતાના પુત્રને બચાવવા માટે કોર્ટમાં આખરી અપીલ કરી હતી પણ તેને કોર્ટે ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સને લઈને સિંગાપુરમાં આકરા કાયદા છે. નશીલા પદાર્થોની દાણચોરી બદલ સિંગાપુરમાં મોતની સજા ફટકારવામાં આવતી હોય છે.