સિંચાઇ કૌભાંડમાં એસીબીએ અજિત પવારને ક્લિન ચીટ આપી
મુંબઇ, મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા એનસીપી નેતા અજિત પવારને સિંચાઇ કૌભાંડમાં ક્લિન ચીટ આપી દીધી છે. ૨૭ નવેમ્બરના રોજ બોમ્બે હાઇકોર્ટમાં રજૂ કરાયેલા સોંગદનામા મુજબ વિદર્ભ સિંચાઇ વિકાસ નિગમના ચેરમેન અજિત પવારને કાર્યકારી એજન્સીઓના કાર્યો માટે જવાબદાર ગણાવી શકાય નહીં, કારણે અજીત પવાર પાસે કોઇ કાનૂની જવાબદારી નથી. દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યાના એક દિવસ બાદ ૨૬ નવેમ્બરના રોજ બોમ્બે હાઇકોર્ટની નાગપુર પીઠ સમક્ષ એક સોંગદનામામા એસીબીએ જણાવ્યું કે અજિત પવાર વિદર્ભ સિંચાઇ વિકાસ નિગમના અધ્યક્ષ અને મંત્રી તરીકે જળ સંશાધન વિભાગને જવાબદાર ગણાવી શકાય નહીં.
એસીબીએ ૨૫ નવેમ્બરના રોજ અજિત પવાર વિરુધ્ધ કથિત કૌભાંડમાં અન્ય ૯ મુદ્દાઓને બંધ કરી દીધા હતા. આ અગાઉ એક દિવસ પહેલા અજિત પવારે અને ફડણવીસે સુપ્રીમ કોર્ટના મહારાષ્ટ્ર વિધાનસભા ફલોર ટેસ્ટના આદેશ બાદ ક્રમશઃ ડેપ્યુટી સીએમ અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ હતી.