સિંધુભવન રોડ ઉપર દબાણોનો રાફડોઃ ફૂટપાથ પર કબજો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસ.જી.હાઈવે પર આવેલા સિંધુભવન રોડ આજકાલે ચર્ચામાં છે. માલેતુજાર નબીરાઓની રાત્રી બેઠકનું આ મુખ્ય કેન્દ્ર છે. મોડીરાત સુધી આમ તો પરોઢ સુધી અહીયા યુવાનો-યુવતિઓ બેસી રહે છે. અને પોતાના ગૃપ સાથે બેસીને સુખદુઃખની વાતો કરવાની સાથે એન્જોય કરતા નજરે પડે છે. ખાસ તો રોડની બંન્ને બાજુ આધુનિક પ્રકારની કારો, મોટરબાઈકો જાવા મળે છે. ટોળા-ટપ્પ કરતા કરતા કામધંધેથી પરત આવેલા લોકો સમય પસાર કરે છે. આ સ્થળે ભણેલ-ગણેલ, ધંધાદારી વ્યક્તિઓ આવે છે.
મતલબ કે વ્હાઈટ કોલર’ નાગરીકો સવિશેષ ધ્યાન ખેંચે છે. પરંતુ પાછલા કેટલાંક સમયથી આ વિસ્તારમાં ઓટોરીક્ષાઓ-માલસામાનની ટેમ્પો રીક્ષાઓ સાથે પાન-મસાલા સહિતની ચીજવસ્તુઓ લઈને ફૂટપાથ પર કેટલાંક લોકોએ પોતાનો કબજા જમાવવાની શરૂઆત કરી દીધી છે. જે આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ વિભાગ સામે એક પડકાર બની શકે તેમ છે.
સિંધુભવન રોડ એકદમ સાયલન્ટ ઝોન ગણાય છે. વળી, અહીંયા ઝાઝા દબાણો નથી, પરંતુ જા આ રીતે દબાણ ચાલુ જ રહ્યા તો આગામી દિવસો ચિંતાજનક હશે. બીજી તરફઆ સ્થળોએે આવતા માલેતુજારોને કારણે હજુ સુધી ‘ન્યુસન્સ’ ઉભુ થયુ નથી. પરંતુ આગામી દિવસોમાં કશું કહી શકાય તેમ નથી. તાજેતરમાં જ સિંધુ ભવન વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી બિન-આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ ઝડપાઈ હતી.
આ વિસ્તારમાં આવેલી કેટલીક રેસ્ટોરન્ટોમાં કોફી સહિતની ચીજવસ્તુઓના ભાવ આસમાને જાવા મળે છે. જા કે તેઓ ક્વોલિટનું પૂરતું ધ્યાન રાખે છે. એવી પણ દલીલો થાય છે. પણ મુખ્ય વાત એ છે કે જ્યાં મોટી સંખ્યામાં જાહેરમાર્ગો ઉપર છેક મધરાત સુધી લોકો બેસતા હોય ત્યાં કશી નવાજૂની થતી ન હોય તે વાત માનવામાં આવે તેમ નથી. આ તો માત્ર ઈશારો જ છે. હાલમાં અનલોકમાં ૧૦ વાગ્યાથી કર્ફ્યુનો અમલ થતો હોવાથી અને કોરોનાને બેઠક બંધ થઈ ગઈ છે.
પરંતુ રાત્રીના સમયે આ માર્ગ ઉપર ઓટોરીક્ષા-માલવાહક રીક્ષાઓ સાથે નાના વ્યવસાયી ફૂટપાથ પર કબજો જમાવી દે છે. સિંધુભવન રોડ આ વિસ્તારની શાન સમાન છે. વળી, અહીંયા કોઈ દબાણો નહીં હોવાથી નાગરીકો ચેનનો શ્વાસ લઈ શકે છે. પરંતુ દબાણા વધવાની સાથે સાથે આગામી દિવસોમાં ન્યુસન્સ વધશે તો જવાબદારી કોની રહેશે.?? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગે સતર્ક થઈને કાર્યવાહી કરવી પડશે નહીં તો મોડું થઈ જશે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે.
ખાનગી રાહે પોલીસ વિભાગ તેની વાચ રાખે તે એટલા માટે જરૂરી છે કે એવું તે શું છે કે લોકો મધરાત એટલે કે રાત્રીના બે-ત્રણ વાગ્યા સુધી બેસી રહે છે. લોકોને પોતાના જીવન-જીવવાનો બંધારણીય હક્ક છે. એ સ્વીકારવાલાયક વાત છે. પરંતુ તેની સાથે આ વિસ્તારમાં ન્યુસન્સ ઉભુ થાય નહીં તેની સામાજીક જવાબદારી ત્યાં બેસતા નાગરીકોની છે. એસ.જી. હાઈવેની રોનક ગણાતા સિંધુ ભવન રોડ ઉપર દબાણ વધશે તો તેની પ્રતિષ્ઠા પર અસર પડી શકે છે.