સિંધુ, ગાઝીપુર અને ટીકરી બોર્ડર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સિંધુ, ગાઝીપુર અને ટીકરી બોર્ડર પર ઇન્ટરનેટ સેવાઓ અસ્થારી રૂપે બંધ કરી દીધી છે. આ જાણકારી શનિવારે એક અધિકારીએ આપી છે. દિલ્હીની સરહદો પર કિસાન કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે.
અધિકારીએ જણાવ્યું કે, દિલ્હીની ત્રણ સરહદો સિવાય તેને લાગેલા વિસ્તારમાં પણ 29 જાન્યુઆરીની રાત્રે 11 કલાકથી 31 જાન્યુઆરીની રાત્રે 11 કલાક સુધી ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ રહેશે. આ પહેલા 26 જાન્યુઆરીએ દિલ્હીના કેટલાક ભાગમાં ઈન્ટરનેટ સેવા અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી હતી. ગણતંત્ર દિવસ પર કિસાનોની ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસાની ઘટના બાદ આ પગલા ભરવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર થઈ રહેલા કિસાનોના પ્રદર્શનને કારણે નેશનલ હાઈવે 24 બંધ કરી દેવામાં આવ્યો છે. હકીકતમાં ગાઝીપુર બોર્ડર પર કિસાનોની સંખ્યા સતત વધી રહી છે. દિલ્હી ટ્રાફિક પોલીસે નેશનલ હાઈવે-24 બંધ થવાની જાણકારી આપી છે. મહત્વનું છે કે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતના આહ્વાન બાદ ઉત્તર પ્રદેશના બિજનૌર, મેરઠ, બાગપત, મુઝફ્ફરનગર, મુરાદાબાદ અને બુલંદશહરથી મોટી સંખ્યામાં કિસાન દિલ્હી બોર્ડર પર આંદોલનમાં સામેલ થયા માટે પહોંચી ગયા છે.
પરંતુ યુપી પોલીસે કિસાન પ્રદર્શનકારીઓને હાઈવે ખાલી કરાવવાનું અલ્ટીમેટમ આપ્યુ હતું. પરંતુ કિસાનોની ભીડ ખુબ વધી ગઈ છે. મોટી સંખ્યામાં સુરક્ષાદળોને અહીં તૈનાત કરવામાં આવ્યા છે.