સિંધુ બોર્ડર પર વધુ એક ખેડૂતની આત્મહત્યા, 75 વર્ષીય ખેડૂત મજૂર સંઘર્ઘ સમિતિના કાર્યકર્તા હતા
નવી દિલ્હી, કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા બે મહિનાથી દિલ્હીની સરહદ પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચેની 11 બેઠકો બાદ પણ કોઇ સામાધાન મળ્યું નથી. આ પ્રદર્શન દરમિયાન ઘણા ખેડૂતોએ આપઘાત કરીને જીવ પણ આપ્યો છે. ત્યારે આજે વધારે એક ખેડૂતે આત્મહત્યા કરી છે. રતન સિંહ નામનો આ ખેડૂત કિસાન સંગઠનનો કાર્યકર્તા છે. ખેડૂતની ઉંમર 75 વર્ષની છે.
જે ખેડૂતે આત્મહત્યા કરી છે, તે પંજાબના અમૃતસર નજીકના એક ગામનો રહેવાસી હતો. તો પંજાબના મજૂર સંઘર્ઘ સમિતિના કાર્યકર્તા હતા. જ્યારે તેમના મોતના સમાચાર અમૃતસરમાં આવેલા કોટલી ઢોલે શાહ ગામ પહોંચી તો ત્યાં શોક વ્યાપ્યો છે. રદતન સિંહ નામના આ ખેડૂત છેલ્લા ઘણા દિવસોથી આંદોલનમાં જોડાયેલા હતા. આ પહેલી વખત નથી જ્યારે કોઇ આંદોલનકારી ખેડૂતે આત્મહત્યા કરી હોય, આ પહેલા પણ આપ્રકરાની ઘણી ઘટનાઓ બની છે.
ઉલ્લેખનીય છે કે ગઇ કાલે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 11મી બેઠક મળી હતી, જેમાં પણ કોઇ સામાધાન મળ્યું નથી. સરકારે ત્રણે કૃષિ કાયદાને દોઢ વર્ષ માટે સ્થગિત કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો જેને ખેડૂતોએ ફગાવ્યો છે. ખેડૂતો ત્રણે કૃષિ કાયદા પરત લેવાની માંગ કરે છે, જ્યારે સરકાર તેમાં સંશોધનની વાત કરે છે.