સિંધૂ બોર્ડર ઉપર સંયુક્ત કિસાન મોરચાની બેઠક ટળી

નવી દિલ્હી, પીએમ મોદીએ ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની કરેલી જાહેરાત બાદ આગળની નીતિ નક્કી કરવા માટે આજે દિલ્હીની સિંધુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની બેઠક મળવાની હતી.જાેકે આ બેઠક ટાળી દેવામાં આવી છે અને હવે આ બેઠક કાલે મળશે.
આ બેઠકમાં કમિટિના નવ સભ્યો સામેલ થશે.દરમિયાન ખેડૂત મોરચાએ કહ્યુ છે કે, સંસદમાં પહેલા કાયદો રદ કરવામાં આવે તેમજ એમએસપીની જાહેરાત કરવામાં આવે. ખેડૂત આગેવાનોની બેઠક આવતીકાલે પૂરી થયા બાદ પંજાબમાં પણ ખેડૂતોની એક બેઠક યોજવામાં આવશે.
ખેડૂતોનુ કહેવુ છે કે, આંદોલન માત્ર કૃષિ કાયદા પાછા ખેંચવા માટે નહોતુ બલ્કે એમએસપી માટે પણ હતુ.એમએસપી પર પણ સરકાર કાયદો બનાવે.જેથી ખેડૂતોને તેમની ખેતીની ઉપજ માટે પૂરતા પૈસા મળે. ખેડૂત આગેવાન ટિકૈત પણ ગઈકાલે કહી ચુકયા છે કે, સરકાર એમએસપી પર વાતચીત કરે અ્ને સાથે સાથે વીજળી બીલમાં પણ સુધારા કરે.SSS