Western Times News

Gujarati News

સિંહના હુમલામાં વ્યક્તિ ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો

અમદાવાદ, દીપડા બાદ અમદાવાદ જિલ્લામાં સિંહની એન્ટ્રી થઈ ગઈ છે. ભાવનગરના વલ્લભીપુરમાં જાેવા મળેલા સિંહનું લોકેશન બદલાયું છે. અમદાવાદ જિલ્લાના બાળિયારીના જંગલમાં સિંહ જાેવા મળતા ખળભળાટ મચ્યો છે.

બાવળિયારીમાં સિંહ જાેવા મળતા ભાવનગર વનવિભાગે અમદાવાદ વનવિભાગને જાણ કરી હતી. પરંતુ સિંહના પગમાં પહેલાથી GPS રેડિયો કોલર પહેરાવી દેવામાં આવ્યું છે. GPS રેડિયો કોલરના આધારે આધારે સિંહ ક્યાં ક્યાં ફરી રહ્યો છે, તેનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

GPS ટ્રેકિંગમાં બાવળિયારી નજીક સિંહનું લોકેશન જાેવા મળ્યું હતું. સિંહનું લોકેશન મળતા વન વિભાગે ગ્રામજનોને હાલ પુરતા સચેત કર્યા છે. લોકોને સિંહથી દૂર રહેવા અને કોઈ જાતની કનડગત ના કરવા અપીલ કરવામાં આવી છે.

જાે કે ભાવનગર અને અમદાવાદ ની હદ માં આવી ચડેલા સિંહ દ્વારા હુમલાનો પ્રથમ બનાવ સામે આવ્યો હતો. અહીંના લોકોને સિંહ અંગે પુરતી માહિતી નહી હોવાથી તે પોતે પણ સિંહ જાેઇને ગભરાય છે અને તેઓ ગભરાઇને કોઇ પણ હરકત કરે તો સિંહ પણ ગભરાય છે અને તેમના પર હૂમલો કરી બેસે છે. આ ભીતી વનવિભાગને પહેલાથી જ હતી. જેથી એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી.

જાે કે જેની ભીતી હતી તે થયું. ભાવનગરના છેવાડે આવેલા જસવંતપૂરા અને ગુંદાળા ગામના જંગલ વિસ્તારમાં સિંહે હૂમલો કર્યો હતો. જસવંતપુરાના એક વ્યક્તિએ નજીકથી જાેવાનો પ્રયાસ કરતા સિંહે હુમલો કર્યો હતો. જસવંતપુરા ગામના ખોડુભાઈ ચુડાસમા પર સિંહે હુમલો કર્યો હતો.

વનવિભાગની વારંવાર સૂચના છતાં અમુક લોકો સિંહને નજીકથી જાેવાનો મોહ છોડી નથી શકતા અને સિંહને નજીકથી જાેવાની લ્હાયમાં નજીક ગયા હતા. જેના પગલે છંછેડાયેલા સિંહે હૂમલો કર્યો હતો. ખોડુભાઇ ચુડાસમા નામના વ્યક્તિને સમાન્ય ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો છે. ગુજરાતમાં હવે ધીમેધીમે સરકારના પ્રયત્નોથી ગીરના સિંહનો વ્યાપ વધી રહ્યો છે.

હવે અમદાવાદથી માત્ર ૧૪૦ કિલોમીટર દુર સિંહ નજરે પડ્યો છે. આ સિંહને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યું હોવાથી જંગલ ખાતાના અધિકારીઓ તેની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લે તે ભાવનગર જિલ્લામાં આવેલા વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કથી પાંચ કિમી દુર ગત સપ્તાહે નજરે પડ્યો હતો. એવુ લાગે છે કે સિંહે આ વિસ્તારને ઘર બનાવી દીધુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.