સિંહની હિલચાલ ઉપર નજર રાખવા રેડિયો કોલર પહેરાવાયો
અમદાવાદ, થોડા દિવસ પહેલા જ અમદાવાદથી ૧૪૦ કિલોમીટર દૂર કિશોર વયનો સિંહ જાેવા મળ્યો હતો. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિંહની હિલચાલ પર નજર રાખવા માટે તેને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યો છે.
ગત અઠવાડિયે ભાવનગરમાં આવેલા વેળાવદર કાળિયાર નેશનલ પાર્કથી ૫ કિલોમીટરના અંતરે સિંહ જાેવા મળ્યો હતો. સિંહે આ વિસ્તારને પોતાનું ઘર બનાવી દીધું હોવાનો અંદાજાે છે. અધિકારીઓનું માનવું છે કે, આ સિંહ અમરેલીથી ૭૫-૧૦૦ કિલોમીટરના અંતરે જાેવા મળેલા ત્રણ સિંહના ટોળાનો ભાગ છે.
ગાંધીનગર સ્થિત વન વિભાગના અધિકારીઓના કહેવા અનુસાર, સિંહને રેડિયો કોલર પહેરાવી દેવાયો છે અને સાસણ તેમજ ગાંધીનગરના અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા છે. સિનિયર અધિકારીએ કહ્યું, આ સિંહ અમદાવાદ જિલ્લા તરફ ના જાય તે અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ.
જાે તે અમદાવાદ તરફ જતો દેખાશે તો અમે તેને ફરીથી આ એરિયા તરફ વાળી દઈશું.હાલ તો એવું લાગી રહ્યું છે કે, જંગલનો રાજા પોતાના હદ વિસ્તારી રહ્યો છે અને અમદાવાદ શહેરની નજીક પહોંચી રહ્યો છે. કદાચ સિંહ સાથી (સિંહણ)ની શોધમાં છે અને પોતાનું ક્ષેત્ર નક્કી કરી રહ્યો છે. વેળાવદર કાળિયારોની મોટી સંખ્યા માટે જાણીતું છે.
હવે પુષ્ટિ થઈ ચૂકી છે કે આ સિંહ અમરેલીથી આવ્યો છે. ફોરેસ્ટ વિભાગના સ્ટાફે ત્રણ સિંહોને જાેયા હોવાનો રિપોર્ટ આપ્યો હતો પરંતુ માત્ર બેને જ ટ્રેસ કરી શક્યા છે. વેળાવદર સેન્ચુરી નજીક જાેવા મળેલો સિંહ તે જ ગ્રુપનો છે.
વેળાવદર અમદાવાદ-ધંધુકા-ભાવનગર હાઈવે પર આવેલું છે, તેમ એક અધિકારીએ ઉમેર્યું. જાે આ ત્રણેય સિંહો અહીં વસવાટ કરશે તો તેઓ સેટેલાઈટ પોપ્યુલેશન બનાવશે, તેમ અધિકારીએ ઉમેર્યું. આ ત્રણેય સિંહ લાઠી-કાકરચના ટોળાથી વિખૂટા પડી ગયા હતા અને ઘણાં વર્ષોથી સ્થાયી છે. અત્યારે જે એકલો સિંહ ફરી રહ્યો છે તેની ઉંમર પાંચ વર્ષ જેટલી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં અભયારણ્ય સિવાયના વિસ્તારોમાં સિંહોએ દેખા દીધી હોય તેવા કિસ્સા વધ્યા છે. એપ્રિલ ૨૦૨૦માં સુરેન્દ્રનગરમાં, ડિસેમ્બર ૨૦૨૦માં ગોંડલ અને રાજકોટના બહારના વિસ્તારોમાં અને ૨૦૨૧માં બોટાદ (નવો વિસ્તાર)માં સિંહો જાેવા મળ્યા હતા.
મે ૨૦૨૦માં પૂર્ણિમા અવલોકનના આંકડા અનુસાર, ૬૭૪ સિંહ નોંધાયા છે. ૨૦૧૫ના આંકડા કરતાં સિંહોની સંખ્યામાં ૨૮.૮૭ ટકાનો વધારો જાેવા મળ્યો છે. ૨૦૧૫માં સિંહોની સંખ્યા ૫૨૩ હતી.SSS