સિગરેટની સ્ટાઈલની શરૂઆત અભિનેતા શત્રુઘ્નએ કરી હતી
મુંબઈ: પોતાના દમદાર અંદાજ અને અભિનયના દમ પર ભારતીય સિનેમાના સુપરસ્ટાર બનેલા રજનીકાંત ઘણાં દિલો પર રાજ કરે છે. રજનીસર એક ઉત્તમ એક્ટર જ નહીં પરંતુ ઉમદા વ્યક્તિ પણ છે. તેમણે અત્યાર સુધીના કરિયરમાં એકદમ કમાલની ફિલ્મ્સ કરી છે. જ્યારે પણ રજની દાદાની ફિલ્મ રીલિઝ થાય છે ત્યારે તેઓ દક્ષિણ ભારતમાં તો વાતાવરણ એકદમ તહેવાર જેવું થઈ જાય છે.
લોકો રજનીકાંતના અંદાજ અને સ્ટાઈલના દિવાના છે. સિગરેટને ઉછાળીને મોમાં રાખવાનો તેમનો અંદાજ તો વર્લ્ડ ફેમસ છે. જાેકે, શું તમને એ વાતની ખબર છે કે તેમનો આ અંદાજ બોલિવૂડ એક્ટર પાસેથી ઈન્સ્પાયર છે.
રજનીસરની સ્ટાઈલ તો લોકો વચ્ચે હિટ જ છે પરંતુ સિગરેટને હવામાં ઉછાળીને હોઠથી પકડવી અને પછી સિગરેટને સળગાવવી તે જ પ્રિય છે. હજુ પણ અનેક એક્ટર તેમની કોપી કરે છે. ખાસ તો સાઉથના ફેમસ સ્ટાર્સ. જાેકે, હકીકતમાં ઓરિજનલ સ્ટાઈલ શત્રુઘ્ન સિંહાની જ છે. જેમણે સારા..સારા.. વિલનને કહ્યું છે કે…. ખામોશ!
પોતાની સિગરેટની સ્ટાઈલ વિશે શત્રુઘ્ન કહે છે કે પહેલીવાર હિંદી ફિલ્મ્સમાં આ સ્ટાઈલ તેમણે કરી હતી. જ્યારે રજનીકાંતે શત્રુઘ્ન સિંહાનો આ અંદાજ જાેયો તો તેઓ પ્રભાવિત થયા અને તેમાં સુધારાવધારા કરીને પોતાનો ટ્વીસ્ટ આપ્યો.
આ સ્ટંટમાં પર્ફેક્ટ થવાની ખૂબ જ પ્રેક્ટિસ કરી હતી. તેમણે કહ્યું કે આ તો ટેલેન્ટ છે. જાેકે, બધો જ ખેલ ટાઈમિંગનો હોય છે. કારણકે આ સ્ટંટ કરવામાં તમારે માત્ર સિગરેટ જ ઉછાળવાની હોય છે એવું નથી પણ ડાયલોગ પણ બોલવાના હોય છે.