સિગ્ના ટીટીકે હેલ્થ ઇન્સ્યોરન્સે કંપનીનું નામ બદલીને મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સ કર્યું
મુંબઈ – અમેરિકામાં ગ્લોબલ હેલ્થ સર્વિસ લીડર સિગ્ના કોર્પોરેશન (NYSE:CI) અને ભારતીય જૂથ ટીટીકે ગ્રૂપ તથા મનિપાલ ગ્રૂપ વચ્ચેનાં સંયુક્ત સાહસ સિગ્ના ટીટીકે હેલ્થ ઇન્સ્યોરન્સે આજે જાહેરાત કરી હતી કે, જરૂરી તમામ નિયમનકારી મંજૂરીઓ મળ્યાં પછી કંપનીનું નામ બદલીને મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ કરવામાં આવ્યું છે. નવા માળખા અંતર્ગત સિગ્ના કોર્પોરેશનનો હિસ્સો 49 ટકા જળવાઈ રહેશે, ત્યારે મનિપાલ ગ્રૂપનો હિસ્સો વધીને 51 ટકા થશે. ભારતીય વીમા નિયમનકારક અને વિકાસ સત્તામંડળ (“ઇરડા”) પાસેથી જરૂરી તમામ નિયમનકારી મંજૂરીઓ મળ્યાં પછી ટીટીકે ગ્રૂપ આ સંયુક્ત સાહસમાંથી બહાર નીકળવાની યોજના ધરાવે છે.
નામમાં ફેરફાર કરવાની સાથે કંપનીએ નવી કોર્પોરેટ ઓળખ અપનાવી છે, જેમાં નવો લોગો સામેલ છે અને એની વેબસાઇટ www.manipalcigna.com બની છે. આ ફેરફારો તાત્કાલિક અસર સાથે અમલમાં આવ્યાં છે અને ભવિષ્યનાં તમામ વ્યવસાય કંપનીનાં નવા નામ હેઠળ થશે.
સિગ્ના ઇન્ટરનેશનલ માર્કેટ્સનાં પ્રેસિડન્ટ જેસોન સેડલરે કહ્યું હતું કે, “ભારતનું વીમા ક્ષેત્ર વૃદ્ધિની પ્રચૂર સંભવિતતા ધરાવે છે – વળી એમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે અને સિગ્ના માટે ભારતનું બજાર મહત્ત્વપૂર્ણ છે. છેલ્લાં પાંચ વર્ષમાં અમે આ વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર બજારમાં સારી પ્રગતિ કરી છે અને અમે ભારતમાં અમારી પોઝિશન મજબૂત કરવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં ટીટીકે ગ્રૂપનાં સપોર્ટની પ્રશંસા કરીએ છીએ. અમે દ્રઢપણે માનીએ છીએ કે, મનિપાલ ગ્રૂપ સાથે અમારું નવું સંયુક્ત સાહસ અમને અમારાં હાલનાં સંબંધો વધારવા, નવા બજારોમાં પહોંચવા તથા નવીન સોલ્યુશનને આગળ વધારવા તેમજ અમારાં ગ્રાહકો, કર્મચારીઓ, ક્લાયન્ટ અને પાર્ટનર્સને શ્રેષ્ઠ સેવા આપવા સક્ષમ બનાવશે.”
મનિપાલ એજ્યુ એન્ડ મેડિકલ ગ્રૂપનાં ચેરમેન ડો. રંજન પાઈએ કહ્યું હતું કે, “અમે મલ્ટિ-સ્પેશિયાલ્ટી નેટવર્ક સાથે હેલ્થકેર ક્ષેત્રમાં મનિપાલ ગ્રૂપની કુશળતા તથા હેલ્થ અને વેલનેસમાં સિગ્નાની આંતરરાષ્ટ્રીય સ્તરની કુશળતાનાં સમન્વયમાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ, જે સમગ્ર ભારતનાં લોકો માટે ખરાં અર્થમાં વિશિષ્ટ હેલ્થકેર પ્રોવાઇડર તરીકે મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીની પોઝિશન મજબૂત કરશે. બંને કંપનીઓની કાર્યશૈલી એકબીજાને સારી રીતે અનુકૂળ છે તથા સંયુક્તપણે બંને ભારતમાં લાખો લોકોને ગુણવત્તાયુક્ત હેલ્થકેર સુવિધા સરળતાપૂર્વક અને આજીવન પ્રદાન કરવાની ક્ષમતા એકબીજાને પ્રદાન કરી શકે છે તેમજ અમારી ભવિષ્યની વૃદ્ધિ માટેનો માર્ગ પ્રશસ્ત કરશે”
મનિપાલ ગ્રૂપ એનાં ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ડાઇવર્સિફાઇડ અને સ્થાપિત બિઝનેસ મોડલ ધરાવે છે. એમાં આંતરરાષ્ટ્રીય સ્તરની હોસ્પિટલો છે, જે શૈક્ષણિક સંસ્થઆઓ દ્વારા નિવારણાત્મક હેલ્થકેર પ્રક્રિયાઓને વેગ આપે છે અને શ્રેષ્ઠ મેડિકલ ફેકલ્ટી તૈયાર કરે છે. 200 વર્ષથી વધારેનાં બહોળા અનુભવ સાથે સિગ્ના કોર્પોરેશન 30 દેશોમાં કાર્યરત છે અને દુનિયાભરમાં 160 મિલિયન ગ્રાહકો ધરાવે છે. કંપનીએ એની પાર્ટનરશિપની બ્રાન્ડ વેલ્યુનાં પ્રતિબિંબ સ્વરૂપે તથા ભારતીય બજારમાં હેલ્થકેર ડિલિવરી અને હેલ્થકેર ફાઇનાન્સિંગ વચ્ચે રહેલા ગેપને ભરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવવા એનું નવું નામ સ્વીકાર્યું છે.
મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનાં એમડી અને સીઇઓ પ્રસૂન સિક્દરે કહ્યું હતું કે, “જ્યારે અમારી કંપનીએ નામ બદલ્યું છે, ત્યારે કંપનીનાં મુખ્ય પાસાં જળવાઈ રહેશે. અમે જે ગ્રાહકોને સેવા આપીએ છીએ એમનાં આરોગ્ય, સુખાકારી અને માનસિક શાંતિ વધારવાનાં અમારાં અભિયાન પ્રત્યે કટિબદ્ધ રહીશું. મનિપાલ ગ્રૂપ સાથે આ નવું સાહસ અમને બજારમાં વિશિષ્ટ પોઝિશન ઊભી કરવા ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવામાં અને ભારતમાં લાખો લોકોને ગુણવત્તાયુક્ત હેલ્થકેર કામગીરી વધારવા સક્ષમ બનાવવામાં મદદરૂપ થશે.”