સિગ્નિટી ટેકનોલોજીસએ ચીફ રેવેન્યૂ ઓફિસર તરીકે ગણેશ રામમૂર્તિની નિમણૂક કરી
અમદાવાદ, વિશ્વની અગ્રણી સ્વતંત્ર ક્વોલિટી એન્જિનીયરિંગ એન્ડ સોફ્ટવેર ટેસ્ટિંગ સર્વિસીસ કંપની સિગ્નિટી ટેકનોલોજીસે આજે ગ્લોબલ સેલ્સ, માર્કેટિંગ અને કસ્ટમર સક્સેસ માટે જવાબદાર એના ચીફ રેવેન્યૂ ઓફિસર (સીઆરઓ) તરીકે ગણેશ રામમૂર્તિની નિમણૂકની જાહેરાત કરી હતી.
ગણેશ ઉદ્યોગના તમામ વર્ટિકલ્સમાં ગ્લોબલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન બિઝનેસ ઊભો કરવાનાં સફળ ટ્રેક રેકોર્ડ સાથતે ટેકનોલોજી લીડર તરીકે 28 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. સિગ્નિટીમાં જોડાયા અગાઉ ગણેશ 20 વર્ષ એચસીએલમાં કાર્યરત હતા,
જ્યાં તેઓ ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ટેકનોલજી વર્ટિકલ્સમાં ફોર્ચ્યુન 100 એન્ટરપ્રાઇઝ ક્લાયન્ટ સાથે સ્ટ્રેટેજિક રિલેશનશિપની જવાબદારી સંભાળતા હતા તેમજ તેમણે તમામ આંતરરાષ્ટ્રીય બજારોમાં આવકના નોંધપાત્ર સ્ત્રોતો ઊભા કર્યા હતા. તેમણે ઊંચી વૃદ્ધિ ધરાવતાત બજારોમાં ડિજિટલ અને પ્લેટફોર્મ ઓફરિંગ્સ પર કેન્દ્રિત કસ્ટમર ઇન્ડસ્ટ્રીને હોરિઝોન્ટલ ટેકનોલોજી સેવાઓમાં પરિવર્તનનું નેતૃત્વ પણ કર્યું હતું.
ગણેશની નિમણૂકની જાહેરાત કરતા સિગ્નિટી ટેકનોલોજીસના સીઇઓ શ્રીકાંતત ચક્કિલમે કહ્યું હતું કે, “અમને અમારી ટીમમાં ગણેશને આવકારવાની ખુશી છે. અમે ક્વોલિટી-ફર્સ્ટ કલ્ચર સાથે ઝડપથી વૃદ્ધિ કરતાં ડિજિટલ પરિવર્તન સેવાઓ પૂરી પાડતી કંપનીનું નિર્માણ કરવા અગ્રેસર હોવાથી ગણેશનો બહોળો અનુભવ સિગ્નિટીને વૃદ્ધિના આગામી તબક્કામાં દોરી જવા માટે અતિ મદદરૂપ પુરવાર થશે.”
ગણેશ ચેન્નાઈના ગુઇન્દીની કોલેજ ઓફ એન્જિનીયરિંગમાંથી મિકેનિકલ એન્જિનીયર ગ્રેજ્યુએટ છે અને આઇઆઇએમ કલકત્તામાંથી એમબીએની ડિગ્રી ધરાવે છે.