સિઘ્ઘુ મુખ્યમંત્રી બની જાય અને બાકીના કાર્યકાળમાં પ્રદર્શન કરીને બતાવે: ચન્ની
ચંડીગઢ, પંજાબ કોંગ્રેસમાં ફરી એકવાર બબાલ થઈ છે. કોંગ્રેસ ઓબ્ઝર્વર હરીશ ચૌધરીની હાજરીમાં યોજાયેલી પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમેટીના અધ્યક્ષ નવજાેતસિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની બેઠકમાં બંને નેતાઓ વચ્ચે ટકરાવના સમાચાર મળ્યા છે.
મળતી માહિતી મુજબ ચન્નીએ સિદ્ધુને બેધડકપણે જણાવ્યું કે તેઓ મુખ્યમંત્રી બની જાય અને બાકીના કાર્યકાળમાં પ્રદર્શન કરીને બતાવે.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ પછી નવજાેતસિંહ સિદ્ધુનો હવે નવા મુખ્યમંત્રી ચન્ની સાથે પણ ટકરાવ વધી રહ્યો છે.
રવિવારે નવજાેતસિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચન્ની વચ્ચેની બેઠકમાં થયેલા મોટા ઘટનાક્રમની વાત સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ રવિવારે બંધ રૂમમાં યોજાયેલી બેઠક દરમિયાન સિદ્ધુનું વલણ જાેઈ ચન્નીએ સીએમ પદ છોડવાની વાત કરી છે.
ચરણજીતસિંહ ચન્નીએ બેઠકમાં જણાવ્યું કે હું મુખ્યમંત્રી પદ છોડવા માંગુ છે. નવજાેતસિંહ સિદ્ધુ સીએમ બની જાય અને ૨ મહિનામાં પરફોર્મ કરીને બતાવે. આ મીટિંગમાં કોંગ્રેસ ઓબ્ઝર્વર હરીશ ચૌધરી, રાહુલ ગાંધીના નજીકના કૃષ્ણા અલ્લાવરુ અને પંજાબના કેબિનેટ મંત્રી પરગટસિંહ પણ હાજર રહ્યા હતા.
મળતી માહિતી મુજબ રવિવારે મુખ્યમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલેલા પત્રના ૧૩ સૂત્રી એજન્ડાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સિદ્ધુએ ચન્નીને પૂછ્યું કે તેઓ વચનને કેમ પૂરા નથી કરી રહ્યા, જેના માટે પંજાબમાં કેપ્ટન અમરિંદરસિંહને હટાવી તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેના પછી દલીલો ખૂબ જ ઉગ્ર થઈ ગઈ હતી.SSS