સિટીઝનશીપ રુલ્સ અંગેની ઈન્કવાયરીમાં ભારતીયો ટોચ પર: ૫૪%નો તોતિંગ વધારો

ન્યુયોર્ક, ગોલ્ડન વીઝા એટલે કે રોકાણ દ્વારા કોઇ પણ દેશના વિઝા મેળવવામાં ભારતીયોની સંખ્યા વધતી જાય છે. બ્રિટનની હેનલી ગ્લોબલ સિટિઝન્સ ના અહેવાલ મુજબ જે તે દેશના સિટીઝનશીપ રુલ્સ અંગેની ઇન્કવાયરી કરવામાં ૨૦૨૦ની સરખામણીમાં ૨૦૨૧માં ભારતીયોની સંખ્યામાં ૫૪ ટકા વધારો થયો છે. આ યાદીમાં બ્રિટન ત્રીજા અને દક્ષિણ આફ્રિકા ચોથા ક્રમે છે.
આ યાદીમાં કેનેડા ૯ માં ક્રમે છે. બ્રિટનમાં ઇન્કવાયરી કરનારા લોકોની સંખ્યા બમણી થઇ છે. રિપોર્ટ અનુસાર દુનિયામાં નાગરિક કાનુન અને નિયમો અંગેની પુછપરછ દક્ષિણ એશિયાના દેશોમાં થાય છે.
જાે કે એવું નથી જયાં વધુ ભારતીયો જવા ઇચ્છૂક છે તે અમેરિકા,કેનેડા અને ઇંગ્લેન્ડના નાગરિકો પણ અન્યત્ર જવા માટે ઇન્કવાયરી કરવા લાગ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકા છોડવા ઇચ્છૂક લોકોની સંખ્યામાં ૩૨૦ ટકાનો વધારો થયો છે. ૨૦૨૨માં પણ જે રીતે આ ટ્રેન્ડ જાેવા મળી રહયો છે તે જાેતા ૨૦૨૧ કરતા પણ સંખ્યાની ટકાવારી વધે તેવી શકયતા છે.
દુનિયામાં માઇગ્રેશન બાય ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) હેઠળ બીજા દેશમાં રહેવાની ઇચ્છા રાખનારા મોટા ભાગના ધનાઢયો છે.વિદેશમાં રોકાણ કરવાથી મળતા ફાયદા ઉપરાંત પણ બીજી ઘણી સુવિધાઓ મળતી હોય છે તેનાથી તેઓ આકર્ષાય છે. ઘનાઢય લોકો પોતાના ભવિષ્યને લઇને રોકાણના નવા વિકલ્પો શોધી રહયા છે.
એક માહિતી મુજબ ભારતમાં ૨૦૧૬ થી ૨૦૨૧ સુધીમાં આઠ લાખથી વધુ ભારતીયો પોતાનું નાગરિકત્વ છોડીને વિદેશી નાગરિકત્વ અપનાવી લીધું છે. ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં સૌથી વધુ ૪૨ ટકા ભારતીયોએ અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું હતું.
૨૦૧૭ થી ૨૦૨૧ સુધીમાં ૯૧ હજાર લોકો ભારત છોડીને કેનેડા અને ૮૬ હજારથી ઓસ્ટ્રેલિયા, ૬૬ હજારથી વધુ ઇગ્લેન્ડ અને ૨૩૦૦૦થી વધુ લોકો ઇટલી જવાનું પસંદ કર્યુ હતું.SSS