સિદ્ધપુર પોલીસ દ્વારા 31મો માર્ગ સલામતી સપ્તાહ ઉજવાયો
31મો માર્ગ સલામતી સપ્તાહ 2020ની ઉજવણી સિદ્ધપુર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરી માનવતાને મહેકાવવાનું સુંદર કાર્ય કર્યું. આ રક્તદાન કાર્યક્રમ સિદ્ધપુર હાઇવે પર આવેલા હંસાબા કોલેજમાં યોજાયો હતો જેમાં સમગ્ર પોલીસ સ્ટાફ , હોમગાર્ડ યુનિટ સિદ્ધપુર, ટી.આર.બી.ના જવાનો,અને જિલ્લા પોલીસ વડા,ડી.વાય,એસ.પી શ્રી સિદ્ધપુર અને સિદ્ધપુર પી.આઈ.શ્રી અને સિદ્ધપુરના જાણીતા ઉધોગપતિ અને ગુજરાત સરકારના જી.આઈ.ડી.સી.ચેરમેનશ્રી બળવત સિંહ રાજપૂત અને એમનો સ્ટાફ પણ ઉપસ્થિત રહી આ રક્તદાન પ્રવૃત્તિ ને પ્રોત્સાહિત કરવા માટે હાજરી આપી હતીઅને બ્લડ સેવા સમિતિ,સિદ્ધપુર ના સદસ્યોશ્રી સેધુસીંગ ઠાકોરે અને અન્ય સદસ્યો એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અને આ રક્તદાન કેમ્પ માં કુલ 24 જેટલી રક્ત બોટલ એકઠી કરી માનવ જીવનને મદદરૂપ થવા માટે એક અનોખી રાહ તૈયાર કરી હતી જે સારા પ્રસંગે લોકો એ આ જનહિત ની સેવામાં મદદરૂપ બન્યા એ લોકોનો બ્લડ સેવા સમિતિ,સિદ્ધપુર અને ક્ષત્રિય ઠાકોર સેના,સિદ્ધપુર તરફથી સેધુસીંગ ગોપાળજી ઠાકોર સર્વનો આભાર માન્યો હતો અને આવી રક્તદાન ની પ્રવૃત્તિ સિદ્ધપુર માં ખૂબ ઉજ્જવળ રીતે બને એના એક પ્રયાસમાં દરેક લોકો સહકાર આપે એવી લાગણી અનુભવી હતી.