સિદ્ધાંત અને શર્વરીએ “બંટી ઔર બબલી 2” ફિલ્મ માટે સાલસા શીખ્યા

YRFની બંટી ઔર બબલી 2ની નવી રોમેન્ટિક વાર્તામાં એકબીજાને લવ જુ કહે છે!
ગલી બોય સિદ્ધાંત ચતુર્વેદી અને સુંદરી નવોદિત શર્વરી બોલીવૂડમાં પડદા પર નવી જોડી છે, જે યશ રાજ ફિલ્મ્સની બંટી ઔર બબલી 2માં જોવા મળશે. રસપ્રદ રીતે આ ફિલ્મમાં તેમને તેમની ફિલ્મી કારકિર્દીમાં પહેલી વાર કમર્શિયલ હીરો અને હિરોઈન તરીકે તક મળી છે. આથી સિદ્ધાંત અને શર્વરી માટે બંટી ઔર બબલી 2 ઘણી બધી પહેલોવાળી ફિલ્મ છે. તેમણે તેમની કારકિર્દીમાં પ્રથમ રોમેન્ટિક ગીત લવ જુમાં સાલસા શીખ્યું છે.
સિદ્ધાંત કહે છે, પંજાબીમાં લવ યુને બદલ લવ યુ કહેવાય છે. યુવાઓ લવ જુ પોતાની આગવી રીતે કહે છે અને આ ગીત તે સુંદરતાને મઢી લે છે. આ સહજ, સારું લાગતું ગીત છે, જે નવી બંટી અને બબલી મોટી ચોરી પછી કઈ રીતે નિશ્ચિંત બની જાય છે તે બતાવે છે. તેઓ પ્રેમમાં છે. તેઓ એકબીજા સાથે તીવ્ર રીતે જોડાયેલાં છે. આથી ગીત તેમની ફ્લર્ટિયસ કેમિસ્ટ્રીને મઢી લે છે.
સિદ્ધાંત ઉમેરે છે, આ મારું પ્રથમ રોમેન્ટિક ગીત છે. આથી વૈભવી મર્ચન્ટ પાસેથી સાલસા શીખવા માટે હું ભારે રોમાંચિત હતી. હું મારી કારકિર્દીમાં પહેલી વાર રોમેન્ટિક ગીત માટે શૂટ પર જતી હતી અને મેં કલાકો સુધી પ્રેક્ટિસ કરી અને કોઈ કસર બાકી રાખી નહોતી. હવે મને લવ જુ ગીત સાંભળવાનું બહુ ગમે છે અને દેશના યુવાનો પણ આ ગીત બહાર આવ્યા પછી એકબીજાને લવ જુ કહેશે એવી અમને આશા છે.
શર્વરી કહે છે, લવ જુ સિદ અને મારી કારકિર્દીનું પ્રથમ રોમેન્ટિક ગીત છે, જેથી અમે સ્વાભાવિક રીતે જ આ વહાલું ગીત શૂટ કરવાની પ્રક્રિયા વિશે બહુ રોમાંચિત હતાં. આ ગીતમાં સૌથી અલગ તરીકે આવે તે એ છે કે તે રોમેન્ટિક ગીત છે, તે સુપર ચિલ છે, યુવા, કૂલ અને નિશ્ચિત જ લોંગ ડ્રાઈવ માટેનું ગીત છે. તે અદભુત લહેર ધરાવે છે અને શૂટ પછી રોજ બધા જ ક્રુ ગૂડબાયને બદલે લવ જુ કહેતા હતા તે મને હજુ પણ યાદ છે. લવ જુ નિશ્ચિત જ શહેરમાં સૌથી કૂલ નવું ગીત છે, જેથી કે રોમાંચિત કરે છે.
શર્વરી ઉમેરે છે, અમે આ ગીત માટે બચાટા અને સાલસાનું મિક્સ પણ શીખ્યાં છીએ. પહેલી વાર અમે કોમ્પ્લેક્સ ડાન્સ સ્વરૂપ કર્યું છે અને અમુક અત્યંત તેજ ગતિની કોરિયોગ્રાફી કરી છે. સાલસા 50-50 ટકા ભાગીદારી છે અને તે શીખવા સમયે સિદ અને મેં તે સંતુલન શોધવા માટે બહુ સંઘર્ષ કર્યો હતો, પરંતુ અમે શીખી ગયાં અને પછી આસાનીથી પાર પાડયું.
અમે નોન- સ્ટોપ પ્રેક્ટિસ કરી હતી, કારણ કે અમે કોરિયોગ્રાફી મજેદાર બને એવું ચાહતાં હતાં. વળી, વૈભવી મર્ચન્ટ મામ જેવાં જીનિયસ દ્વારા ગીતની કોરિયોગ્રાફી કરવામાં આવી છે. તેમને વિશ્વાસ હતો કે અમે આ ગીતને યોગ્ય ન્યાય આપીશું, જેથી અમે મામ યોગ્ય છે એ સિદ્ધ કરવા વધુ પ્રયાસ કર્યા હતા.
આ સંપૂર્ણ નવી બનાવવામાં આવેલી ફ્રેન્ચાઈઝ બંટી ઔર બબલી 2માં સૈફ અલી ખાન અને રાની મુખરજી મૂળ બંટી અને બબલી છે અને ગલી બોયનો અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને સુંદરી શર્વરી નવા બંટી અને બબલી તરીકે જોવા મળશે.
આ પેટ પકડાવીને હસાવનારી કોમેડીમાં બે અલગ અલગ પેઢીની બે ઠગ જોડી છે, જે બહેતર ઠગ જોડી સિદ્ધ કરવા માટે એકબીજા સામે સ્પર્ધા કરે છે. યશ રાજ ફિલ્મ્સની બંટી ઔર બબલી 2 દુનિયાભરમાં 19મી નવેમ્બર, 2021ના રોજ રિલીઝ થવાની છે, જેનું દિગ્દર્શન વરુણ વી શર્માએ કર્યું છે, જે વાયઆરએફની સૌથી મોટી બ્લોકબસ્ટર સુલતામ અને ટાઈગર ઝિંદા હૈમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતો.