સિદ્ધાંત યશરાજ સ્ટુડિયોની બહાર બેસી રહેતો હતો
મુંબઈ, બોલિવૂડના અપકમિંગ એક્ટર્સની વાત થતી હોય ત્યારે સિદ્ધાંત ચતુર્વેદીનું નામ સૌપ્રથમ લેવામાં આવે છે. સિદ્ધાંત ચતુર્વેદી ટુંક સમયમાં યશ રાજ ફિલ્મ્સની બંટી ઔર બબલી ૨માં જાેવા મળશે. સિદ્ધાંત ભલે ઝડપથી આગળ વધી રહ્યો છે, પરંતુ અહીં સુધી પહોંચવાની તેની જર્ની સરળ નહોતી. સિદ્ધાંતે ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે.
આજે જે યશરાજ ફિલ્મ્સ પ્રોડક્શનની ફિલ્મમાં તે કામ કરી રહ્યો છે, એક સમયે તેના સ્ટુડિયોની બહાર તે ચાની લારી પર બેસીને રાહ જાેતો હતો. એક ઈન્ટર્વ્યુ દરમિયાન સિદ્ધાંતે કહ્યુ હતું કે, મારો યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયો સાથે જૂનો સંબંધ છે.
મારા કોલેજના દિવસો દરમિયાન મિત્રો સાથે સ્ટુડિયોમાં ઓડિશન અથવા ઈન્ટર્નશિપ માટે અહીં ફેરા મારતો હતો. હું તેમની સાથે અહીં આવતો હતો અને હંમેશા સ્ટુડિયોની બહાર ચાની કીટલી પર બેસીને ચા પીતો રહેતો હતો.
જાે કે હું ક્યારેય સ્ટુડિયોની અંદર નથી ગયો કારણકે મારુ સપનુ હતું કે આદિત્ય ચોપરા સર જાતે મને અંદર બોલાવે. હવે જ્યારે બંટી ઔર બબલી ૨ મને મળી તો મારા માટે તે ઘણી સ્પેશિયલ ફિલ્મ છે. કારણકે મારું સપનું સાકાર થઈ ગયું.
આ પહેલા પણ સિદ્ધાંત ૨૦૧૯માં પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂક્યો છે, જેમાં તે યશ રાજ સ્ટુડિયોની બહાર કટિંગ ચા પીતો જણાઈ રહ્યો છે. બન્ટી ઔર બબલી ૨ના ડિરેક્ટર વરુણ વી શર્મા છે અને આ ફિલ્મ ૧૯મી નવેમ્બરના રોજ રીલિઝ થવાની છે.
સિદ્ધાંત ચતુર્વેદી સાથે આ ફિલ્મમાં સૈફ અલી ખાન, રાણી મુખર્જી અને શરવારી વાઘ પણ જાેવા મળશે. બન્ટી ઔર બબલી ૨ સિવાય સિદ્ધાંત ચતુર્વેદી શકુન બત્રાની ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે સાથે જાેવા મળશે. આ સિવાય તે કેટરિના કૈફ અને ઈશાન ખટ્ટરની સાથે ફોન ભૂત ફિલ્મમાં જાેવા મળશે. સિદ્ધાંત ચતુર્વેદીએ બોલિવૂડ ફિલ્મોમાં ગલી બોયથી ડેબ્યુ કર્યુ હતું. આ પહેલા તેણે વેબ સીરિઝમાં પણ કામ કર્યું છે.SSS