સિદ્ધાર્થના મોત બાદ શહનાઝ ગીલ કામ પર પાછી ફરી
મુંબઈ, ટીવીની દુનિયાનાં જાણીતા એક્ટર સિદ્ધાર્થ શુક્લાના નિધનને એક મહિનો થઇ ગયો. હજુ પણ આ સમાચાર તેનાં ફેન્સ માટે પચાવવાં અઘરા છે. પણ સૌથી મોટો ઝાટકો આ સમાચારનો કોઇને લાગ્યો હોય તો તે તેની મિત્ર શહનાઝ ગીલ છે. તે આઘાતમાં હતી. રડી રડીને તેની સ્થિતિ ખરાબ થઇ ગઇ હતી. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો તેને બ્રેક લીધેલો છે. હવે રિપોર્ટની માનીયે તો, શહનાઝ ગિલ ફરી કામ પર વાપસી કરવા જઇ રહી છે.
ફિલ્મનાં પ્રોડ્યુસરે આ વાત કન્ફર્મ કરી છે. પણ હાલમાં તેનાં પર શહનાઝ ગીલ તરફથી કોઇ જ પ્રતિક્રિયા સામે આવી નથી. તેની ફિલ્મ ‘હોંસલા રખ’નાં પ્રોડ્યુસર દિલજીત થિંડે કહ્યું કે, હું શહનાઝની ટીમનાં સતત ટચમાં જ છું.અને મને આ અંગે દરરોજ અપડેટ મળી રહી છે.
તે એક પ્રોફેશનલ યુવતી છે. અને મને ખુશી છે કે તેણે આ પ્રોમોશનલ સોન્ગ માટે શૂટિંગ યુનિટની સાથે કામ કરવાનીહામી ભરી દીધી છે. અમે આ શૂટિંગ યૂકેમાં કરીશું કે પછી ઇન્ડિયામાં તે અંગે હાલમાં વિચાર વિમર્શ ચાલુ છે. શહનાઝે વિઝા પર આ વાત ર્નિભર થશે. આપને જણાવી દઇએ કેઆ સોન્ગની શૂટિંગ ૭ ઓક્ટોબરનાં થશે.
શહનાઝનાં મેન્ટલ સ્ટેટ અંગે વાત કરતાં થિંડે કહ્યું કે, તે ખુબજ નાજૂક સમયમાંથી પસાર થઇ રહી છે. હજૂ પણ તે આ ગમમાંથી બહાર આવી શકી નથી. તેણે પ્રોજેક્ટ પૂર્ણ કરવાં હામી ભરવાં માટે પણ પોતાની જાતને ઘણી તૈયાર કરવી પડી હતી. તે અમારા માટે એક પરિવાર જેવી છે તેથી અમે તેનાં પર કોઇ કામ થોપવાં ઇચ્છતા નથી.
હું ઇચ્છું છુ કે, તે તેની મરજીથી સંપૂર્ણ સમય લઇ નોર્મલ થાય પછી કામ કરવા માટે હામી ભરે. અમારા તરફથી તેનાં પર કોઇ જ દબાણ નથી.
શહનાઝ ગીલ અને દીલજીત દોસાંજની ફિલ્મ ‘હોંસલા રખ’ ૧૫ ઓક્ટોબરનાં રોજ રિલીઝ થઇ રહી છે. આપને જણાવી દઇએ કે, ૨ સ્પટેમ્બર ૨૦૨૧નાં સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ એટેક આવ્યો હતો. જેને કારણે તેનું નિધન થઇ ગયુ હતું. એક્ટર માત્ર ૪૦ વર્ષનો હતો. તેનાં નિધનની ખબરથી તેનાં પરિવાર મિત્રો અને ફેન્સ આઘાતમાં સરી ગયા હતાં. તેઓ આજની તારીખમાં પણ આ વાત પર વિશ્વાસ નથી કરી શકતા કે સિદ્ધાર્થ શુક્લા તેમની વચ્ચે નથી.SSS