સિદ્ધાર્થની અવનીત કૌર સાથે કેમેસ્ટ્રી ખૂબ સરસઃ રિપોર્ટ
અમારા બંને વચ્ચે કંઈ નથી, અમે માત્ર સારા મિત્રો છીએ અમારા ફેન્સને લાગે છે કે જાડી શાહરૂખ-કાજાલ જેવી છે
મુંબઈ, દેશ છેલ્લા અઢી મહિનાથી લોકડાઉન છે. ધીમે ધીમે બધું હવે ખૂલી રહ્યું છે. આટલા સમયથી શૂટિંગ પણ બંધ હોવાથી સેલેબ્સ ઘરમાં બેસીને કંટાળી ગયા છે અને શોના સેટ પર તેઓ ક્યારે પરત ફરશે તેની રાહ જાઈ રહ્યા છે. જા કે, આ વચ્ચે એક એક્ટર એવો છે જે આ સમયગાળાને જબરદસ્ત રીતે એન્જાય કરી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છે એક્ટર સિદ્ધાર્થ નિગમની. એક્ટરનું કહેવું છે કે, લોકડાઉનના કારણે તેને તેના પરિવાર ખાસ કરીને મોટા ભાઈ સાથે લાંબા સમય બાદ રહેવાની તક મળી છે. મારો ભાઈ લોનો અભ્યાસ કરે છે. તે એક્ટિંગમાં પણ સારો છે. તે ભણવા માટે પૂણે ગયો છે.
આ પહેલા તે જ્યારે મુંબઈ આવતો ત્યારે મારા હેÂક્ટક શૂટિંગ શિડ્યુલના કારણે સાથે રહેવાનો સમય મળતો નહોતો. પરંતુ લોકડાઉનને અમને સાથે રહેવાની તક આપી. અમે સાથે મળીને ખૂબ મસ્તી કરીએ છીએ. તેમ ‘અલ્લાદિનના નામ તો સુના હી હોના ના’ એક્ટરે કહ્યું. પ્રયાગરાજના મૂળ વતની એવા એક્ટરે જણાવ્યું કે, તે અત્યારે સીરિયલના સેટને ખૂબ મિસ કરી રહ્યો છે.
લાંબા સમય બાદ બ્રેક મળ્યો હોવાથી શરૂઆતના ૧૫ દિવસ તો મને મજા આવી,પરંતુ લોકડાઉન લંબાતા મને મારું કામ અને શૂટિંગ યાદ આવવા લાગ્યું. એક્ટર સિવાય હું જિમ્નાસ્ટ પણ છું, તેથી ટૂંક સમયમાં મારી ફિટનેસ બ્રાન્ડ શરૂ કરવાનું વિચારી રહ્યો છું. તેમ એક્ટરે કહ્યું. ફરીથી શૂટિંગ શરૂ થશે તો પણ પહેલા જેવા દિવસો પાછા નહીં આવે તેવું સિદ્ધાર્થનું માનવું છે.
અમારે ખૂબ જ સાવચેતી રાખવી પડશે અને શૂટિંગ દરમિયાન ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવવું પડશે. સીન પણ ફરીથી લખવા પડશે. ‘અલ્લાહદિન-નામ તો સુના હી હોગા’ની એક્ટ્રેસ અવનીત કૌર સાથેની તેની કેમેસ્ટ્રી ખૂબ જ સરસ છે. આ વિશે કોમેન્ટ કરતાં એક્ટરે કહ્યું, ‘અમારા બંને વચ્ચે કંઈ નથી. અમે માત્ર સારા મિત્રો છીએ.