Western Times News

Gujarati News

સિદ્ધાર્થની ફેન બાથરૂમમાં બેભાન, હોસ્પિટલમાં દાખલ

મુંબઈ, એક્ટર સિદ્ધાર્થ શુક્લાના નિધનના સમાચાર સાંભળીને તેના ફેન્સને ભારે આઘાત લાગ્યો છે. પરિવાર અને ખાસ મિત્રો પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, પરંતુ સાથે સાથે ફેન્સ પણ શોકમાં છે. ફેન્સને પોતાની ફેવરિટ સિડનાઝની જાેડી તૂટવાનું પણ દુખ છે. સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની જાેડી સિડનાઝ તરીકે ઓળખાય છે.

બિગ બોસ સમયથી જ લોકો આ જાેડીના ફેન છે. સોશિયલ મીડિયા પર આ નામના અનેક ફેન પેજ પણ જાેવા મળશે. સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ શુક્લા માટે રડતી એક યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર તે આંશિક કોમામાં જતી રહી છે.

સિદ્ધાર્થ શુક્લાની આ ફેનને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે બાથરુમમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. સિદ્ધાર્થ શુક્લાના મિત્ર અને ડોક્ટર જયેશ ઠાકરે ટિ્‌વટર પર આ વાતની જાણકારી આપી છે. તેમણે હોસ્પિટલમાં દાખલ ફીમેલ ફેનની તસવીર શેર કરી છે અને લખ્યું છે કે, સિડનાઝના ફેન્સને વિનંતી છે કે તે અત્યારે એકલા ન રહે અને પરિવારના સભ્યો સાથે વાતચીત કરે.

જયેશ ઠાકરે લખ્યું છે કે, ગેટ વેલ સુન. ડોક્ટરે કહ્યું છે કે તે આંશિક કોમામાં છે. વધારે સ્ટ્રેસને કારણે તેની આંખોની કીકી અને શરીરના અંગોમાં કોઈ હલચલ નથી થઈ રહી. હું ઈચ્છુ છું કે તમામ ફેન્સ શાંત રહે, વધારે વિચાર ના કરે. હું જાણુ છું કે આ સરળ કામ નથી પરંતુ સિદ્ધાર્થને જવા દેવો પડશે.

ડોક્ટરે અન્ય એક ટિ્‌વટમાં લખ્યું કે, પ્લીઝ તમે લોકો મિત્રો અને પરિવારના લોકો સાથે વાત કરો. એકલા ના રહો. સિડનાઝની એક ફેનને ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તે બાથરુમમાં બેભાન થઈ ગઈ હતી. પ્લીઝ પોતાનું ધ્યાન રાખો અને આ ફેન માટે પણ પ્રાર્થના કરો.

ઉલ્લેખનીય છે કે ૨ સપ્ટેમ્બરના રોજ હાર્ટ અટેક આવવાને કારણે સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયુ હતું. કોઈને પણ વિશ્વાસ નથી થતો કે સિદ્ધાર્થ શુક્લા આ દુનિયામાં નથી. સિદ્ધાર્થની ખાસ મિત્ર શહેનાઝ ગિલ પણ રડી રડીને અડધી થઈ ગઈ છે. મિત્રોના જણાવ્યા અનુસાર, શહેનાઝના શરીરમાંથી જાણે આત્મા નીકળી ગયો છે. સિદ્ધાર્થની અંતિમ ક્રિયા વખતે જ્યારે શહેનાઝ આવી હતી ત્યારે પણ તેની સ્થિતિ એવી હતી કે જાેઈને કોઈની પણ આંખોમાંથી આંસુ આવી જાય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.