સિદ્ધાર્થનો સોનિયા સાથેનો ઈન્ટિમેટ કિસિંગ સીન વાયરલ
મુંબઈ: ગુરુવારે સવારથી જ સિદ્ધાર્થ શુક્લ ટિ્વટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. જ્યારે ફેન્સ તેમની પ્રશંસા કરી રહ્યા છે, તો બીજી તરફ શહનાઝ ગિલના કેટલાક ફેન્સને સિદ્ધાર્થનું ટ્રેન્ડીંગ થવાનું પસંદ નથી આવી રહ્યું. ‘બિગ બોસ -૧૩’ વિજેતા સિદ્ધાર્થ શુક્લાની ચર્ચાનું કારણ એ છે કે તેનો એક ઈન્ટિમેટ કિસિંગ સીન છે. સિદ્ધાર્થે ‘બ્રોકન બટ બ્યુટીફુલ સીઝન ૩’ માં સોનિયા રાઠી સાથે એક કિસિંગ સીન આપ્યો છે.
હવે તેના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. બ્રોકન બટ બ્યુટિફુલ ૩નું એકતા કપૂરે નિર્માણ કર્યું છે. આમાં સિદ્ધાર્થ શુક્લા અગસ્તા રાવની મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો છે. તાજેતરમાં એકતા કપૂરે શોના કેટલાક પ્રીવ્યૂ વિડીયો પણ શેર કર્યા હતા જેમાં સિદ્ધાર્થ શુક્લાના ચાહકોની ખુશી સાતમા આસમાને પહોંચી હતી. વાયરલ થઈ રહેલા સિદ્ધાર્થ અને સોનિયાના ઈન્ટીમેટ કિસિંગ સીનનો વિડીયો બંનેમાં ઘણી કેમિસ્ટ્રી છે.
આ ટુંકી વિડીયો ક્લિપને ફેન્સ ખુબ શેર કરી રહ્યા છે. એક ટિ્વટર યુઝરે લખ્યું, ‘ઓ માય ગોડ! ખતરનાક રોમેન્ટિક જાેડી. સિદ્ધાર્થ શુક્લાએ તો આગ લગાવી દીધી. બીજા એક યુઝરે લખ્યું,’ ટિ્વટર પર ૧૫ મિનિટમાં ફક્ત એક રોમેન્ટિક ક્લિપ અને ટ્રેન્ડ આ સિદ્ધાર્થ શુક્લાનો જલવો છે. ચાહકો સિદ્ધાર્થ શુક્લાની જાેરદાર પ્રશંસા કરી રહ્યા છે. અન્ય એક યૂઝર્સે લખ્યું, ‘મને તમારા પર ગર્વ છે સિદ્ધાર્થ શુક્લા. તમે એક સારા અભિનેતા છો, આજે તો સ્ક્રીન ફાડીને બહાર આવી ગયા. આ ઇતિહાસ રચવા જઇ રહ્યો છે. જણાવી દઈએ કે ‘બ્રોકન બટ બ્યુટીફુલ ૩’ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.