સિદ્ધાર્થે નાનકડી ડિંપલ સાથે ક્યુટ વીડિયો શેર કર્યો

મુંબઈ, બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તાજેતરમાં જ નાનકડી કિયારા સાથે પોતાની હિટ ફિલ્મ શેરશાહનો એક સીન રીક્રિએટ કર્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સને આ નાની કિયારાની ક્યુટનેસ અને ડાયલોગ ડિલિવરી ખૂબ પસંદ આવી રહ્યા છે. લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.
સાથે જે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, નાની કિયારા અડવાણી એટલે કે ડિંપલને મળો. વીડિયોમાં તમે જાેઈ શકો છો કે એક નાનકડી બાળકી શેરશાહના એક ડાયલોગ પર લિપસિંક કરી રહી છે. આ વીડિયો જાેઈને માત્ર ફેન્સ જ નહીં, સેલિબ્રિટી પણ વખાણ કરી રહ્યા છે.
અત્યાર સુધી ૧૫ લાખથી વધારે લોકો આ વીડિયો જાેઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ શેરશાહમાં અભિનેત્રી કિયારા અડવાણીએ કારગિલ વોરના હીરો કેપ્ટન વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ ડિંપલ ચીમાનો રોલ કર્યો હતો. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા વિક્રમ બત્રા બન્યો હતો.
ફિલ્મ ઘણી હિટ થઈ હતી. ફિલ્મમાં વિક્રમ બત્રાની બહાદુરીનું વર્ણન કરવામાં આવ્યુ હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની એક્ટિંગના પણ ખૂબ વખાણ થયા હતા. આટલું જ નહીં, ફિલ્મમાં સિદ્ધાર્થ અને કિયારાની કેમિસ્ટ્રીને પણ પસંદ કરવામાં આવી હતી.
શેરશાહ હિટ થયા પછી સિદ્ધાર્થ અને કિયારાની પોપ્યુલારિટી ઘણી વધી ગઈ છે. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, સિદ્ધાર્થ મલ્હોત્રા મિશન મજનૂ અને થેંક ગોડ જેવી ફિલ્મોમાં જાેવા મળશે. કિયારા અડવાણી પાસે પણ ઘણી ફિલ્મો છે.
કિયારાએ ભૂલ ભુલૈયા ૨, જુગ જુગ જિયો, મિસ્ટર લેલે વગેરે ફિલ્મો સાઈન કરી છે. આ સિવાય કિયારા અડવાણી એસ.શંકરની એક ફિલ્મમાં પણ જાેવા મળશે. પરંતુ શેરશાહ પછી ફેન્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને ફરી એકવાર પડદા પર સાથે જાેવા માંગે છે.SSS