સિદ્ધાર્થ અરોરાએ અંજની મહાદેવ મંદિરનાં દર્શન કર્યાં
કહેવાય છે કે ધાર્મિક સ્થળો કે યાત્રાધામોમાં આપણી યાત્રા ક્યારેય નિયોજનથી થતી નથી હોતી, પરંતુ ભગવાનનું કહેણું આવે ત્યારે તે આપોઆપ થઈ જાય છે. એન્ડટીવી પર બાલ શિવમાં મહાદેવની ભૂમિકા ભજવતા સિદ્ધાર્થ અરોરાના કિસ્સામાં કાંઈક એવું જ છે, જેણે તાજેતરમાં હિમાચલ પ્રદેશની ટ્રિપ કરી હતી,
જ્યાં તેણે મંત્રમુગ્ધ કરનાર અજોડ અંજની મહાદેવ મંદિરનાં દર્શન કર્યાં હતાં. મંદિર સોલંગ ગામમાં સ્થિત છે, જે 20 ફીટ ઊંચું બરફનું શિવલિંગ ધરાવે છે, જ્યાં શિવલિંગ પર સતત પાણીનો ધોધ વહે છે. આ મંદિર ભગવાન હનુમાનનાં માતા અંજનીને નામે છે, જેમણે ભગવાન શિવ માટે આ જ સ્થળે ધ્યાન અને પ્રાર્થના કર્યાં હતાં.
આ મંત્રમુગ્ધ કરનાર મંદિરની મુલાકાતથી મોહિત એન્ડટીવી પર બાલ શિવમાં મહાદેવની ભૂમિકા ભજવતા સિદ્ધાર્થ અરોરાએ જણાવ્યું હતું કે, “મારી હિમાચલ પ્રદેશની સફર નહીં જોયેલું સ્થળ જોવા માટે ઓચિંતા જ નિયોજન કરાઈ હતી. કહેવાય છે કે અમુક વાર ચોક્કસ સ્થળ માટે કહેણ આવે ત્યારે જ આપણે જઈ શકીએ છીએ.
મારી બાબતમાં કાંઈક આવું જ થયું છે. ટેકરીઓ અને જંગલોની ખોજ કરવા સમયે હું અંજની મહાદેવ મંદિરના સૌંદર્ય વચ્ચે આવ્યો અને મેં તુરંત તેની મુલાકાત લેવાનું નક્કી કર્યું. હું મંદિરની નજીક પહોંચ્યો તેમ મારી અંદર હકારાત્મકતા અને ભક્તિ જાગી. આ લાગણીઓ અસલ હતી અને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. ”
અભિનેતા આ વિશે ઉમેરે છે, “હમણાં સુધી સેટ્સના ભાગરૂપે મેં આવાં સુંદર દ્રશ્યો જોયાં છે, પરંતુ વાસ્તવમાં આવો મંત્રમુગ્ધ કરનારો અને સુંદર નજારો ક્યારેય જોયો નહોતો. આ મોહિત કરવાનો અનુભવ હતો. 20 ફીટ ઊંચા શિવલિંગના આશીર્વાદ લેવા માટે હું થિજાવી દેનારા તાપમાનમાં લપસણા બરફ પરથી ખુલ્લા પગે ચાલ્યો.
આવું થિજાવી નાખનારું વાતાવરણ કોઈના પણ આરોગ્ય માટે જોખમ ઊભું કરી શકે છે, પરંતુ મહાદેવના આશીર્વાદ સાથે મને કશું જ થયું નહીં. મને દૈવી શક્તિએ ઉપાડી લીધો અને ભગવાનની નિકટ લાવી દીધો. શિવલિંગ જોઈને મારી આંખો ભીની થઈ અને હું તે લાગણી ક્યારેય ભૂલી શકું એમ નથી.
આ દ્રશ્ય મારી આંખોમાં હંમેશાં સમાઈ રહેશે અને મારા અંતરમાં રહેશે. તમે મનાલી જાઓ ત્યારે આ મંદિર અચૂક જોવા જેવું છે. ” જોતા રહો સિદ્ધાર્થ અરોરાને બાલ શિવમાં મહાદેવમાં દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 8.00 વાગ્યાથી, ફક્ત એન્ડટીવી પર.