સિદ્ધાર્થ-કિયારા માલદીવ્સમાં બિચ પર તડકો શેકતા દેખાયા
મુંબઈ: બોલિવૂડનાં રુમર્ડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાલમાં માલદીવ્સમાં વેકેશન એજાેય કરી રહી છે. બંને નવાં વર્ષ પણ માલદીવ્સમાં જ સેલિબ્રેટ કર્યો છે. માલદીવ્સથી કિયારા અને સિદ્ધાર્થની વધુ તસવીરો તો સામે આવી નથી. પણ તેમણે જે તસવીરો શેર કરી છે. તેમાં કિયારાનો સ્ટાઇલિશ અંદાજ ખુબજ ચર્ચામાં છે. પણ આ બધાની વચ્ચે જે વાત સૌથી વધુ ચર્ચામાં છે તે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયાાર અડવણીની એક તસવીર છે.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ થેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમની એક તસવીર શેર કરી છે. જેમાં બંને બિચ પર તડકામાં બેઠેલાં છે. ફોટોમાં જ્યાં સિદ્ધાર્થ શર્ટલેસ અવતારમાં નજર આવે છે. ત્યાં કિયારા બિકિનીમાં નજર આવી રહી છે. કિયારા અને સિદ્ધાર્થે ભલે જ સાથે તસવીરો શેર ન કરી હોય પણ ફોટોની સમાનતા અંગે બંને સાથે હોય તેવી ચર્ચા અવશ્ય છે.
આ પહેલાં પણ માલદીવ્સથી બંનેની તસવીર ચર્ચામાં બંને તસવીર શેર કરી છે. તો આ તમામ ઉપરાંત કિયારાનો સ્યાઇલિશ અવતાર પણ ખુબજ ચર્ચામાં છે. હાલમાં કિયારાએ તેની એક તસવીર શેર કરી છે. જેમાં તે ઘણી જ સ્ટાઇલિશ અવતારમાં નજર આવે છે. આ ફોટોમાં કિયારા બિકિનીમાં સ્ટાઇલિશ પોઝ આપતી નજર આવી હતી. તેમણે બેંડાના અને સનગ્લાસની સાથેનો લૂક શેર કર્યો છે.