સિદ્ધાર્થ-કિયારા માલદીવ્સમાં નવા વર્ષની ઉજવણી કરશે

મુંબઇ, ફિલ્મ શેરશાહની રીલિઝ પછી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની જાેડીની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ શેરશાહમાં બન્નેની જાેડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. સિદ્ધાર્થ અને કિયારાએ હજી સુધી પોતાના રિલેશનશિપ બાબતે કોઈ ખુલાસો નથી કર્યો પરંતુ અવારનવાર તેમના અફેરની વાતો સામે આવતી રહે છે.
અનેકવાર તેમને સાથે પણ જાેવામાં આવ્યા છે. આજે જ તેમને મુંબઈ એરપોર્ટ પર એકસાથે જાેવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બન્ને નવા વર્ષની ઉજવણી કરવા માટે માલદીવ્સ જવા રવાના થયા છે. કિયારા અને સિદ્ધાર્થને એકસાથે જાેઈને તેમના ફેન્સ ઘણાં ખુશ થયા છે.
સિદ્ધાર્થ ગ્રીન જેકેટ, બ્લેક જીન્સ અને વ્હાઈટ ટીશર્ટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. કિયારાનો વિન્ટર લુક પણ લોકોને પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, પાસપોર્ટ ચેક કરાવ્યા પછી બન્ને એરપોર્ટમાં એકસાથે અંદર ગયા હતા. ઉલ્લેખનીય છે કે વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન પછી ચર્ચા થઈ રહી છે કે બોલિવૂડમાં હવે કઈ જાેડી લગ્નના બંધનમાં બંધાશે.
રણબીર-આલિયા, મલાઈકા-અર્જુનની સાથે સાથે સિદ્ધાર્થ-કિયારાનું નામ પણ લેવાઈ રહ્યું છે. પરંતુ બન્નેમાંથી કોઈએ પણ ખુલીને પોતાના રિલેશનશિપ પર કમેન્ટ નથી કરી. કિયારા અને સિદ્ધાર્થે ફિલ્મ શેરશાહમાં પહેલી વાર સ્ક્રીન શેર કરી હતી. ફિલ્મમાં તેમની જાેડી લોકોને ખૂબ પસંદ આવી હતી.
તેમની કેમિસ્ટ્રીના લોકોએ વખાણ કર્યા હતા. અને પછીથી એવી અટકળો પણ શરુ થઈ કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે આ બન્ને ખરેખર રિલેશનશિપમાં છે કે પછી ખાસ મિત્રો છે, તે સમય જ જણાવશે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, સિદ્ધાર્થ મિશન મજનૂ ફિલ્મમાં જાેવા મળશે.
આ સિવાય તે અજય દેવગણની ફિલ્મ થેન્ક ગોડમાં પણ છે. કિયારા આવતા વર્ષે કાર્તિક આર્યન સાથે ભૂલ ભુલૈયા ૨માં જાેવા મળશે તેમજ વરુણ ધવન, અનિલ અને નીતૂ કપૂર સાથે જુગ જુગ જિયોમાં પણ જાેવા મળશે.SSS