સિદ્ધાર્થ મને હંમેશા હસતી જાેવા માગતો હતો: શહેનાઝ
મુંબઇ, શહેનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લા સાથે ખૂબ ખુશ હતી. ફેન્સને બંનેને કેમેસ્ટ્રી પણ ખૂબ પસંદ હતી. પરંતુ કોણે વિચાર્યું હતું કે, ‘સિડનાઝ’ની જાેડી એકાએક તૂટી જશે. ૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ હાર્ટ અટેક આવતાં સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું હતું.
સિદ્ધાર્થના એકાએક અવસાનથી તેના પરિવાર અને શહેનાઝ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. કેટલાય અઠવાડિયા સુધી શહેનાઝ ગુમસુમ રહી હતી.
સોશિયલ મીડિયાથી માંડી જાહેરમાં દેખાવા સુધી શહેનાઝે બધું જ છોડી દીધું હતું. જે પણ શહેનાઝની હાલત જાેતું તેનું હૃદય દ્રવી ઉઠતું. પરંતુ ધીરે-ધીરે શહેનાઝે પોતાને સંભાળી અને હિંમત સાથે આગળ વધવાનું શરૂ કર્યું. શહેનાઝ ગિલ ફરી એકવાર કામે વળગી છે અને પોતાના જૂના રૂપમાં પાછી આવી રહી છે. તેને આગળ વધતી જાેઈને બોલિવુડ સ્ટાર સલમાન ખાનને પણ તેના પર ગર્વ છે.
શહેનાઝ હંમેશા ખુશ રહેવાનો પ્રયાસ કરે છે. જલદી જ શહેનાઝ શિલ્પા શેટ્ટીના નવા શો ‘શેપ ઓફ યૂ’માં જાેવા મળશે. આ શોમાં શહેનાઝે પોતાની ફિટનેસ, પર્સનલ લાઈફ અને સિદ્ધાર્થ શુક્લા અંગે વાત કરી છે. શિલ્પા શેટ્ટીએ પોતાના નવા શોનો પ્રોમો શેર કર્યો છે.
જેમાં શહેનાઝ પોતાના ડાન્સ મૂવ્ઝ અને ફિગરને ફ્લોન્ટ કરતી જાેવા મળે છે. શહેનાઝ કહે છે, “આપણે ઠુમકા ના મારીએ તો ફિગર શું કામનું?” ત્યારબાદ શહેનાઝ કહે છે, “સિદ્ધાર્થ મને હંમેશા હસતી જાેવા માગતો હતો.” ઉલ્લેખનીય છે કે, શિલ્પાના આ શોમાં શહેનાઝ ઉપરાંત કેટલાય સેલિબ્રિટીઝ જાેવા મળશે.
પ્રોમોમાં જાેન અબ્રાહમ, જેક્લીન ફનાર્ન્ડિઝ, શમિતા શેટ્ટી, રકુલ પ્રીત સિંહ, તાહિરા કશ્યપ જાેવા મળે છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ શુક્લા સાથે શહેનાઝ ગિલની પહેલી મુલાકાત ‘બિગ બોસ ૧૩’માં થઈ હતી. શહેનાઝ અને સિદ્ધાર્થ વચ્ચે આ શોમાં ગાઢ મિત્રતા બંધાઈ હતી. ફેન્સને પણ તેમની જાેડી ખૂબ ગમતી હતી. શોમાંથી બહાર આવ્યા પછી પણ સિદ્ધાર્થ અને શહેનાઝની મિત્રતા અકબંધ રહી હતી.
શહેનાઝ માત્ર સિદ્ધાર્થ જ નહીં તેના પરિવારની પણ ખૂબ નિકટ હતી. જાેકે, સિદ્ધાર્થના નિધનથી તેની હસતી-રમતી જિંદગી વિખેરાઈ ગઈ. સિદ્ધાર્થના અવસાન બાદ શહેનાઝે તેને શ્રદ્ધાંજલિ આપવા ‘તૂ યહીં હૈ’ નામનું ગીત તૈયાર કર્યું હતું. ‘બિગ બોસ ૧૫’ના ગ્રાન્ડ ફિનાલેમાં શહેનાઝ સિદ્ધાર્થની પ્રતિનિધિ બનીને પહોંચી હતી. શહેનાઝને જિંદગીમાં આગળ વધતી જાેઈને સલમાન પણ ઈમ્પ્રેસ થયો હતો. સિદ્ધાર્થને યાદ કરીને શહેનાઝની આંખમાં આંસુ આવ્યા ત્યારે સલમાને તેને શાંત રાખી હતી.SSS