સિદ્ધાર્થ શુકલા અને શહેનાઝ ડિસે.માં લગ્ન કરવાના હતા
મુંબઈ, સિધ્ધાર્થ શુક્લાના નિધન બાદ તેની ખાસ દોસ્ત અ્ને બિગ બોસની સ્પર્ધક શહેનાઝ ગિલ તુટી ગઈ છે.
સિધ્ધાર્થની અંતિમ ક્રિયા વખતે પણ શહેનાઝના આંસુ રોકાતા નહોતા. હવે એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સિધ્ધાર્થ અને શહેનાઝ ડિસેમ્બર મહિનામાં લગ્ન કરવાના હતા.
બંને એક બીજાના પ્રેમમાં હતા અને તેઓ લગ્નથી જાેડાવા માંગતા હતા. રિપોર્ટમાં કહેવાયુ છે કે, બંનેના પરિવાર લગ્ન માટે રાજી હતા અને તેમણે લગ્ન માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. એક આલિશાન હોટલમાં લગ્ન માટે બૂકિંગની વાતચીત પણ ચાલી રહી હતી. બંનેના પરિવારો અલગ અલગ પ્રકારના ફંક્શનનુ પ્લાનિંગ કરી રહ્યા હતા. આ વાતની જાણકારી તેમના ખાસ દોસ્તોને હતી.
દરમિયાન શહેનાઝના દોસ્ત અબુ મલિકે પણ કહ્યુ હતુ કે, શહેનાઝે મને ૨૨ માર્ચ, ૨૦૨૦ના રોજ કહ્યુ હતુ કે, હું સિધ્ધાર્થ સાથે લગ્ન કરવા માંગુ છું અને તે ઈચ્છતી હતી કે તેના વતી હું સિધ્ધાર્થ સાથે વાત કરૂં.
શહેનાઝે પણ પહેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, હું મારા અને સિધ્ધાર્થ માટે પ્રાર્થના કરતી હોઉં છું. અમે કે બીજા પાસેથી ઘણી વસ્તુઓ શીખ્યા છે. અમારી કેમેસ્ટ્રી લોકોને પસંદ છે, કારણકે તેમાં સચ્ચાઈ છે.SSS