સિદ્ધાર્થ શુક્લાએ નિધન પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર આખરી પોસ્ટ કરી હતી
મુંબઇ, ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર સિધ્ધાર્થ શુક્લાના હાર્ટ એટેકથી થયેલા મોત બાદ લાખો ચાહકો આઘાતમાં છે. આખા દેશને સિધ્ધાર્થની મોતની ખબરે હચમચાવી દીધો છે. સિધ્ધાર્થ શુક્લાએ પોતાની આખરી સોશિયલ મીડિયા પોસ્ટ ૨૪ ઓગસ્ટે કરી હતી. આ પોસ્ટમાં તે લાઈફ લાઈન ગ્રાફ સાથે નજરે પડ્યો હતો.
સિધ્ધાર્થે લાઈફ લાઈન ગ્રાફ સાથેના પોસ્ટર સાથે શેર કરેલી તસવીર પર લખ્યુ હતુ કે, આ તસવીર એ નાયકો માટે છે જેમના આપણે આભારી છે. સિધ્ધાર્થનો ઈશારે કોરોના વોરિયર્સ તરફ હતો. જેમણે કોરોનાની બીજી લહેરમાં લોકોના જીવ બચાવવા માટે ભરપૂર પ્રયત્નો કર્યા હતા. સિધ્ધાર્થે રાત્રે સુતા પહેલા કોઈક દવા લીધી હતી. જાેકે આ દવા કઈ હતી તેની જાણકારી હજી સુધી કોઈને નથી. હોસ્પિટલે કહ્યુ છે કે, સિધ્ધાર્થનુ મતો હાર્ટ એટેકથી જ થયુ છે.
ટીવી ઇન્ડિયસ્ટીનું મોટુ નામ સિદ્ધાર્થ શુક્લાએ રિયાલીટી શૉ બિગ બોસની ૧૩મી સીઝન જીતી હતી. આ ઉપરાંત તેણે ખતરો કે ખિલાડીની સાતમી સીઝન પણ પોતાના નામે કરી હતી. સીરીયલ બાલિકા વધૂથી સિદ્ધાર્થ શુક્લાએ દેશના ઘર-ઘરમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી.મુંબઇમાં ૧૨ ડિસેમ્બર ૧૯૮૦એ જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ પોતાના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. વર્ષ ૨૦૦૪માં તેણે ટીવીથી એક્ટિંગ ડેબ્યૂ કર્યુ હતુ.HS