સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા
મુંબઈ: જાણીતા રિયાલિટી ટીવી શૉ બિગ બોસની સિઝન ૧૩ દરમિયાન જોવા મળેલા સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલને લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા. હાલ બિગ બોસની સિઝન ૧૪ ચાલી રહી છે પરંતુ, સિઝન ૧૩ની સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની જોડી ખૂબ જ ચર્ચામાં જોવા મળે છે. હાલમાં જ તેઓ બંને સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
જ્યારે તેઓ બંને બિગ બોસના ઘરમાં હતા ત્યારે લોકોનું કહેવું હતું કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે! સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલે માસ્ક પહેર્યું હતું. સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલને એકસાથે એરપોર્ટ પર જોતા તેમના ફેન્સના મનમાં ચોક્કસ એ પ્રકારનો સવાલ થયો હશે કે ક્યાંક તેઓ એકબીજાના પ્રેમમાં તો નથી ને?
હાલમાં જ શહનાઝ ગિલે તેના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પર કેટલીક લાઈન્સ લખી હતી. આ જોતા સિદ્ધાર્થ શુક્લાએ પણ શહનાઝ ગિલની પ્રશંસા કરી હતી. અહીં નોંધનીય છે કે હાલ બિગ બોસની સિઝન ૧૪ ચાલી રહી છે. આ સિઝનની શરૂઆતમાં સિદ્ધાર્થ શુક્લાએ ગૌહર ખાન અને હિના ખાનની સાથે સિનિયર તરીકે ત્યાં એન્ટ્રી કરી હતી. બે અઠવાડિયા સુધી ત્યાં રહ્યા બાદ આ તમામ સિનિયર્સ ઘરમાંથી બહાર આવ્યા હતા. જ્યારે, શહનાઝ ગિલ પણ મહેમાન બનીને બિગ બોસના ઘરે પહોંચી હતી અને ઘરના સભ્યો તેમજ હોસ્ટ સલમાન ખાનની સાથે ખૂબ મસ્તી કરી હતી.