સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની સ્વીટ જોડી તૂટી ગઈ
મુંબઈ, બિગ બોસ ૧૩ના વિજેતા અને ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેક આવવાને કારણે અવસાન થયું છે. ૪૦ વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થ શુક્લા દુનિયા છોડીને જતા રહ્યા છે. સિદ્ધાર્થ શુક્લાના નિધનના સમાચાક સાંભળીને ફેન્સ, સેલેબ્સ તમામ લોકો સ્તબ્ધ છે. આ કડવી હકીકતનો સ્વીકાર કરવો તમામ લોકો માટે મુશ્કેલ છે. સિદ્ધાર્થના નિધન પછી સિડનાઝના ફેન્સ ઘણાં દુખમાં છે.
સિડનાઝ એટલે સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલના ફેન્સ. ફેન્સને આ લોકોની જાેડી ખૂબ પસંદ આવતી હતી. શહેનાઝ અને સિદ્ધાર્થ એકબીજાને પોતાનો પરિવાર માનતા હતા. બન્નેની સ્ટ્રોન્ગ ફ્રેન્ડશિપને ફેન્સ દ્વારા પ્રેમનું નામ આપવામાં આવ્યુ હતું. શહનાઝ અને સિદ્ધાર્થે કોઈ દિવસ પોતાના પ્રેમસંબંધ વિષે ખુલીને વાત નથી કરી, પરંતુ તેમની વચ્ચે મિત્રતા કેટલી ગાઢ છે તે વિષે હંમેશા વાત કરી છે.
તેમણે અવારનવાર જણાવ્યું કે એકબીજાના જીવનમાં તેમનુ શું મહત્વ છે. એક ઈન્ટર્વ્યુમાં શેહનાઝે કહ્યુ હતું કે, લોકો આજે પણ સિડનાઝને પ્રેમ કરે છે કારણકે આ સંબંધ ઘણો સાચ્ચો છે. અમે એકબીજા સાથે પવિત્ર સંબંધ શેર કરીએ છીએ. મને લાગે છે કે લોકો આ જ વાતને કારણે કનેક્ટ કરી શકે છે. જે રીતે સિદ્ધાર્થ મારી કાળજી રાખે છે, મને પ્રેમ કરે છે, મને ઘણું સારું લાગે છે.
અમે બન્ને એકબીજા માટે આવો જ અનુભવ કરીએ છીએ. હું પોતે માનુ છું કે તેની સાથે મારો સંબંધ ઘણો અલગ છે. તે મારા માટે પરિવાર સમાન છે. સિદ્ધાર્થ અને શેહનાઝે જે રીતે હંમેશા એકબીજાનો સાથ આપ્યો છે તે તેમની સાચી મિત્રતા દર્શાવે છે. માત્ર બિગ બોસના ઘરમાં જ નહીં, બહાર આવ્યા પછી પણ તેઓ એકબીજા માટે હંમેશા હાજર રહેતા હતા.
આજ કારણોસર ફેન્સને સિડનાઝની જાેડી ખૂબ પસંદ આવતી હતી. સોશિયલ મીડિયા પર કોઈ પણ કારણોસર જ્યારે શેહનાઝ અથવા સિદ્ધાર્થને ટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો તો બન્ને એકબીજાના સપોર્ટમાં ઉભા રહેતા હતા. બિગ બોસના ઘરમાં સિદ્ધાર્થ અને શહેનાઝની મીઠી તકરાર તો તમને યાદ જ હશે. બન્ને અવારનવાર કોઈ વાત પર દલીલ કરતા રહેતા હતા, પરંતુ અંતમાં કોઈ એક લડાઈનો અંત લાવીને વાત કરવા લાગતા હતા. શેહનાઝે પોતે સ્વીકાર્યુ હતું કે તે સિદ્ધાર્થ સાથે વાત કર્યા વિના રહી નથી શકતી.
સિદ્ધાર્થ જ્યારે આ દુનિયાને અલવિદા કહીને જતો રહ્યો છે ત્યારે શહેનાઝ માટે આ પહાડ જેવા દુખને સહન કરવું મુશ્કેલ છે. જે વ્યક્તિ વિના પોતાના જીવનની કલ્પના પણ ના કરી હોય તે વ્યક્તિ આમ એકાએક દુનિયા છોડીને જતી રહે તો તે પીડાનું શબ્દોમાં વર્ણન શક્ય નથી. શહેનાઝ ગિલની જે તસવીરો સામે આવી રહી છે તેના પરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે કે તે કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. સિડનાઝના ફેન્સ આ તસવીરો જાેઈને દુખ વ્યક્ત કરી રહ્યા છે.SSS