Western Times News

Gujarati News

સિદ્ધાર્થ શુક્લા મુંબઈમાં શાહી ઠાઠ સાથે રહેતો હતો

મુંબઈ, ટીવી ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા અને બિગ બોસની ૧૩મી સીઝનના વિજેતા સિદ્ધાર્થ શુક્લાના નિધનની ખબર સાંભળીને તમામ લોકો ચોંકી ગયા છે. હજી પણ લોકો માટે આ સમાચાર અવિશ્વસનીય છે. સિદ્ધાર્થના ફેન્સ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દુખ વ્યક્ત કરી રહ્યા છે. સિદ્ધાર્થ શુક્લાના નિધનના સમાચાર સામે આવતા જ લોકો સ્તબ્ધ થઈ ગયા છે.

આ પહેલા જ્યારે સુશાંત સિંહ રાજપુતના નિધનની ખબર આવી હતી ત્યારે લોકો આ પ્રકારે સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર હાર્ટ અટેક આવાવને કારણે સિદ્ધાર્થ શુક્લાનું અવસાન થયું છે. વર્ષ ૨૦૦૮માં ટીવી શૉ બાબુલ કા આંગન છૂટે નાથી કરિયરની શરુઆત કરનારા સિદ્ધાર્થ શુક્લાએ નાની ઉંમરમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. ૪૦ વર્ષની ઉંમરે ટીવીના આ દિગ્ગજ અભિનેતા પાસે કરોડો રુપિયાની સંપત્તિ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, સિદ્ધાર્થ શુક્લા પાસે લગભગ ૧૦ કરોડ રુપિયાની કુલ સંપત્તિ હતી.

સિદ્ધાર્થ મહિના દર મહિને ૧૦ લાખ રુપિયાની કમાણી કરતો હતો. શાનદાર ડાયલોગ ડિલિવરી માટે ડિરેક્ટરના ફેવરિટ એક્ટર સિદ્ધાર્થ શુક્લા પોતાની કૉમિક ટાઈમિંગ અને નેચરલ એક્ટિંગ માટે જાણીતો હતો. સિદ્ધાર્થે જે લોકો સાથે કામ કર્યું છે તેમનું કહેવું છે કે તે સરળતાથી દોસ્તી કરી લેતો હતો. ૧૨ ડિસેમ્બર ૧૯૮૦ના રોજ સિદ્ધાર્થનો મુંબઈમાં જન્મ થયો હતો. તે વ્યવસાયે સિવિલ એન્જિનિયર હતો.

તે મૂળ રુપે અલાહાબાદનો નિવાસી હતો. સિદ્ધાર્થે ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો પણ કોર્સ કર્યો હતો. મુંબઈમાં સિદ્ધાર્થ શુક્લા શાહી ઠાઠ સાથે રહેતો હતો. તાજેતરમાં જ તેણે મુંબઈના પોશ વિસ્તારમાં ઘર ખરીદ્યુ હતું. સિદ્ધાર્થ શુક્લા પાસે હાર્લે ડેવિડસન ફેટ બાઈક અને બીએમડબ્લ્યુ ઠ૫ જેવી લક્ઝરી કાર હતી. સિદ્ધાર્થ જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે તેને ટેનિસ અને ફૂટબોલ જેવી રમત પસંદ હતી.

સિદ્ધાર્થને બોલિવૂડનો રાઈઝિંગ સ્ટાર કહેવામાં આવતો હતો. સિદ્ધાર્થ શુક્લાની કમાણીનો મુખ્ય સ્ત્રોત એક્ટિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ હતો. તે કોઈ પણ બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ માટે મોટી રકમ લેતો હતો. સિદ્ધાર્થ શુક્લા ચેરિટી અને સોશિયલ વર્કમાં પણ આગળ રહેતો હતો. સિદ્ધાર્થ શુક્લા દર વર્ષે ફિલ્મ અને સીરિયલથી લગભગ એક કરોડ રુપિયા કમાણી કરતો હતો. આ સિવાય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી તે વાર્ષિક એકથી બે કરોડ રુપિયા મેળવતો હતો. સિદ્ધાર્થ રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરતો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.