સિદ્ધાર્થ-શેહનાઝ અને રશ્મિના કારણે બિગ બોસ ૧૩ સૌથી બેસ્ટ સિઝન હતીઃ અમન વર્મા
અમને રિયાલિટી શો વિશે ખુલીને વાત કરી હતી અને કહ્યું કે આ શો હવે ધાર્યા પ્રમાણે મનોરંજન આપી રહ્યો નથી
મુંબઈ, ટીવી ફેમ અમન વર્મા કે જેઓ બાદમાં બોલિવૂડમાં ચાલ્યા ગયા હતા અને લાંબા સમયથી ઓન-સ્ક્રીન જાેવા મળ્યા નથી. તેમણે ટીવી રિયાલિટી શો બિગ બોસ વિશે કેટલાક મંતવ્યો શેર કર્યા છે. અભિનેતાએ વ્યક્ત કર્યું કે આ શો તેની સીઝન ૧૩ બાદથી સતત નીચે જઈ રહ્યો છે.
અહેવાલો અનુસાર, અમને રિયાલિટી શો વિશે ખુલીને વાત કરી હતી અને કહ્યું કે આ શો હવે ધાર્યા પ્રમાણે મનોરંજન આપી રહ્યો નથી. ઇન્ટરવ્યૂમાં અમને જણાવ્યું કે, મને લાગે છે કે બિગ બોસની સિઝન ૧૩ સૌથી બેસ્ટ સિઝન હતી, જેમાં સિદ્ધાર્થ શુક્લા, શેહનાઝ ગિલ અને રશ્મિ દેસાઇ હતા.
ત્રણેયની પર્સનાલિટી અલગ હતી અને શો નિહાળવો પણ ખૂબ રસપ્રદ લાગતો હતો. પરંતુ ત્યાર બાદ બે સિઝન પ્રમાણમાં ખાસ રહી નહીં. બિગ બોસ સીઝન ૯માં જાેવા મળેલા અમને ખુલાસો કર્યો હતો કે તેને શોની પછીની સીઝન જાેવાનું મન થતું નથી. તેને લાગ્યું કે શોમાં આવવા માટે કાં તો ઝઘડા અને બૂમાબૂમ કરવી પડે છે
અથવા તો બીજા કન્ટેસ્ટન્ટ સાથે પ્રેમ સંબંધમાં રહેવું પડે છે. ઉલ્લેખનીય છે કે, રિયાલિટી શોની સીઝન ૧૫ તાજેતરમાં જ પૂરી થઈ હતી અને તેજસ્વી પ્રકાશે તેની વિનર બની હતી. આ શોમાં કરણ કુંદ્રા પણ હતો અને આ જાેડી બિગ બોસના ઘરની અંદર એકબીજાના પ્રેમમાં પડી હતી.
અમાને એવો પણ ખુલાસો કર્યો હતો કે, જાે તે આજે ટીવી ચાલુ કરવા માંગતો હોય તો તે ટીવી શો જાેવા કરતાં વૈકલ્પિક પ્લેટફોર્મ પર કંઈક રસપ્રદ જાેવાનું પસંદ કરશે. તેણે ઉમેર્યુ કે, “હું આજે જે છું તે ટીવીને કારણે છું, પરંતુ પ્રામાણિકપણે કહું તો મને લાગે છે કે કન્ટેન્ટ કંઇ ખાસ પ્રોગ્રેસિવ થયું નથી અને તેથી ટીવી પર શું થઈ રહ્યું છે, તેનો ટ્રેક જ મેં ગુમાવી દીધો છે.”
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો ઊંડો રસ દાખવનારા અને ૨૦૦૦થી શો હોસ્ટ કરવામાં વ્યસ્ત અમને મનીષ પૉલના વખાણ કરતા કહ્યું કે, આજના સમયમાં તે ખૂબ જ સારા હોસ્ટ છે. અમન છેલ્લે એક વેબ સિરીઝ ‘રૂહાનિયત’માં જાેવા મળ્યા હતા, જે એક રોમેન્ટિક-મિસ્ટ્રી ડ્રામા છે, જેનું નિર્દેશન ગ્લેન બેરેટો અને અંકુશ મોહલાએ કર્યું હતું.
એમએક્સ પ્લેયરની આ વેબ સિરિઝમાં અર્જુન બિજલાની, કનિકા માન અને સ્મિતા બંસલે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં જ તેણે રૂચી ગુર્જર અને જુબિન શાહ સાથે સાજન અગ્રવાલના ‘એક લડકી’ સોંગ માટે શૂટિંગ કર્યું હતું.