સિદ્ધિવિનાયક મંદિરમાં ૧૪ કરોડ રૂપિયાનું સોનાનું દાન
મુંબઇ, મહારાષ્ટ્રમાં ભÂક્ત અને આસ્થાનું એક અદ્ભૂત ઉદાહરણ જાવા મળ્યું છે.મુંબઇમાં આવેલ લોકપ્રિય સિદ્ધિવિનાયક મંદિરમાં એક શ્રધ્ધાળુએ ૩૫ કિલો સોનુ દાન આપ્યું છે.જેની બજાર કીંમત લગભગ ૧૫ કરોડ રૂપિયા છે કહેવાય છે કે આ મંદિર મુબઇના અમીર મંદિરોમાંથી એક છે. જાણકારી અનુસાર મંદિરને આ દાન ગત અઠવાડીયે મળ્યુ હતું સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે શ્રધ્ધાળુ કરોડો રૂપિયાનું દાન આપે છે જયાં કેટલાક લોકો રોકડ તરીકે દાન આપે છે.જયારે કેટલાક સોનુ ચાદી કે કીમતી રત્ન દાન કરે છે મંદિરના ટ્રસ્ટ અનુસાર ૩૫ કિલો સોનું દિલ્હીના રહેવાસી એક શ્રધ્ધાળુએ દાન આપ્યું છે.
સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ આદેશ બાંદેકરે ૨૫ કિલો સોનુ દાનમાં મળ્યા હોવાના અહેવાલોની પુષ્ટી કરી છે પરંતુ તેમણે દાન કરનાર શ્રધ્ધાળુની ઓળખ બતાવવાનો ઇન્કાર કરી દીધો હતો તેમનું કહેવું છે કે દાનમાં મળનાર સોનાનો ઉપયોગ મંદિરના દરવાજા અને છત બનાવવામાં કરવામાં આવશે.
સોનાની પરત ચઢાવવાનું કાર્ય જાન્યુઆરી ૧૫થી ૧૯ વચ્ચે પુરૂ કરવામાં આવશે જયારે મંદિરને વાર્ષિક નિર્ધારિત કાર્યક્રમ માટે બંધ કરવામાં આવ્યું હતું આ દરમિયાન મૂર્તિને કેસરિયા રંગમાં રંગવામાં આવી અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ૨૦૧૭ સુધી મંદિરને ૩૨૦ કરોડ રૂપિયાનું દાન મળ્યુ જેનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરવામાં આવ્યો હતો.
આ દાન રકમ હવે વધી ૪૧૦ કરોડ રૂપિયા થઇ ગઇ છે.બાંદેકરે કહ્યું કે આ ફંડ દ્વારા અમે લોકોની મદદ કરવાનું ચાલુ રાખીશું જે મંદિરનો દરવાજા ખખડાવે છે. અમે અત્યાર સુધી ૨૦,૦૦૦ લોકોની મદદ કરી છે જેમને ૨૫,૦૦૦ રૂપિયા સુધીની મદદ મળી છે તેના પર અમે અત્યાર સુધી ૩૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચુક્યા છે.