સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે અર્બુદા માંનો પાટોત્સવ ઉજવાયો
સિદ્ધિ વિનાયક દેવસ્થાન , અર્બુદા ધામ મહેમદાવાદ ખાતે સિદ્ધિ વિનાયક દાદા નો છઠ્ઠો , સર્વેશ્વર મહાદેવ નો છઠ્ઠો તથા શ્રી બાવીશી ગોમતીવાળ બ્રાહ્મણ સમાજ ના કુળદેવી અર્બુદા માતાજીનો પ્રથમ પાટોત્સવ ધામ ધૂમ પૂર્વક ઉજવાઈ ગયો.
જેમાં સિદ્ધિ વિનાયક દેવસ્થાનના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઇ મગનલાલ પુરોહિત અને તેમના કુટુંબીજનો તથા શ્રી બાવીશી ગોમતીવાળ બ્રાહ્મણ સમૂહ આયોજન સમિતિ ના પ્રમુખ શ્રી રોહિતભાઈ પુરોહિત તથા સમાજ માંથી મોટા પ્રમાણ માં સમસ્ત ગોમતીવાળ બ્રાહ્મણ સમાજ ના જ્ઞાતીબંધુઓ હાજર રહ્યા હતા ..આ પ્રસંગે મહેમદાવાદ ના ધારાસભ્યશ્રી તથા માતર ના ધારાસભ્યશ્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સવારે ફલાહાર અને સાંજે મહાપ્રસાદ નું પણ સુંદર આયોજન કરેલ હતું. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)