સિદ્ધુએ પટિયાલાની સેશન્સ કોર્ટમાં સરન્ડર કર્યું
પટિયાલા, રોડ રેજ કેસમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પટિયાલા કોર્ટમાં સરન્ડર કર્યું છે. તે પોતાની સાથે કપડા ભરેલી બેગ પણ લઈને આવ્યા છે.
કોર્ટમાં સિદ્ધુના સરન્ડર કરવાની કાર્યવાહી પુરી થઈ ગઈ છે. હવે તેમને મેડિકલ માટે માતા કૌશલ્યા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યાં છે. તે પછી તેમને પટિયાલા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે. આ તે જ જેલ છે, જ્યાં સિદ્ધુના કટ્ટર વિરોધી વિક્રમ મજીઠિયા ડ્રગ્સ કેસમાં સજા કાપી રહ્યાં છે.
આ પહેલા સિદ્ધુના વકીલ અભિષેક મનુ સિંઘવીની પિટીશન પર જસ્ટિસ એ એમ ખાનવિલકરે કહ્યું કે અમે ચીફ જસ્ટિસની પાસે આ મામલાને મોકલી રહ્યાં છે, તેઓ જ આ મામલા પર ચુકાદો આપશે. સિદ્ધુએ સ્વાસ્થ્યનું કારણ આપીને કોર્ટ પાસે એક સપ્તાહનો સમય કોર્ટ પાસે માંગ્યો હતો. સિદ્ધુની અરજી પર જો આજે સુનાવણી ન થઈ તો તેણે 10 જુલાઈ સુધી રાહત મળશે નહિ. કારણ કે કોર્ટમાં 23 મેથી જુલાઈ 10 સુધી ઉનાળાનું વેકેશન છે. આ દરમિયાન માત્ર અરજન્ટ મેટર પર જ સુનાવણી થાય છે.
પંજાબમાં કોંગ્રેસના નેતાઓએ સિદ્ધુનો સાથ છોડી દીધો હતો. જોકે હવે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ જ સિદ્ધુને ફોન કર્યો છે. તેમણે સિદ્ધુને ફોન કરીને આશ્વાસન આપ્યું છે કે કોંગ્રેસ તેમની સાથે છે. તેમણે સિદ્ધુને મજબુત રહેવા માટે આશ્વાસન આપ્યું છે. સિદ્ધુને કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીના નજીકના વ્યક્તિ કહેવામાં આવે છે.