સિદ્ધૂની હત્યા માટે AN-૯૪ રાઈફલનો ઉપયોગ કરાયો
નવી દિલ્હી, પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની રવિવારે દિવસના અજવાળામાં જ હત્યા કરવામાં આવી હતી. થોડીક જ ક્ષણોમાં તેમની ગાડી પર ૩૦થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. શરૂઆતી તારણમાં માનવામાં આવી રહ્યું હતુ કે, આ ઘટનામાં ખતરનાક એકે-૪૭ રાઈફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ આ હત્યાકાંડમાં હાલ યુક્રેનમાં તબાહી મચાવનાર એએન-૯૪ એસોલ્ટ રાઈફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ઘાતક ઘાતક હથિયારનો ઉપયોગ રશિયન સૈન્ય હાલ કરી રહ્યું છે.સિદ્ધૂને મારવાનું જે પ્રમાણે પ્લાનિંગ કરવામાં આવ્યું હતુ તેના માટે કોઇક ઓટોમેટિક એસોલ્ટ રાઈફલની જરૂર છે,જેના માટે એકે-૪૭ નહિ પરંતુ રશિયન બનાવટની એએન-૯૪ એસોલ્ટ રાઈફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મૂસેવાલાની થાર ગાડીની હાલત જ આ હથિયાર કેટલું ઘાતક છે તેના પુરાવા રજૂ કરી જાય છે. રશિયા સિવાય અન્ય કેટલાક દેશો પણ આ એએન-૯૪ એસોલ્ટ રાઈફલ્સનો ઉપયોગ કરે છે.
એએન-૯૪ એસોલ્ટ રાઇફલમાં એએન નું ફુલ ફોર્મ એવટોમેટ નિકોનોવા છે. તેની ડિઝાઇનિંગ ૧૯૮૦થી શરૂ કરવામાં આવી હતી જે ૧૯૯૪માં પૂરી થઈ હતી. આ રાઇફલની ડિઝાઇનને ચીફ ડિઝાઈનર ગેન્નાડી નિકોનોવ દ્વારા બનાવવામાં આવી છે. તેણે પ્રથમ નિકોનોવ મશીનગન બનાવી હતી. આ એસોલ્ટ રાઈફલ ૧૯૯૭થી રશિયાના લશ્કરી દળોમાં સતત સેવા આપી રહી છે.
એએન-૯૪ એસોલ્ટ રાઇફલને એકે-૪૭ના વિકલ્પ તરીકે ડિઝાઇન કરવામાં આવી હતી.
આ રાઈફલનો ઉપયોગ રશિયન સેના ૧૯૯૭થી સતત કરી રહી છે. આ સિવાય અમુક જ દેશો પાસે આ ઘાતક હથિયાર છે.
આ હથિયાર એટલું ખતરનાક છે કે તેમાંથી બર્સ્ટ મોડમાં ૧૮૦૦ ગોળીઓ છોડી શકાય છે. ઓટોમેટિક મોડમાં તેમાંથી દર મિનિટે ૬૦૦ રાઉન્ડ ગોળીઓ છૂટી શકે છે. આ રાઈફલની બુલેટની ઝડપ ૯૦૦ મીટર પ્રતિ સેકન્ડ છે.SS2KP