Western Times News

Gujarati News

સિધ્ધાર્થના મોતમાં ષડયંત્રની શંકાએ પોલીસ દ્વારા તપાસ

મુંબઈ,  ૨ સપ્ટેમ્બરની સવારે બોલિવુડ અને ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાના અવસાનની ખબરથી મનોરંજન ઈન્ડસ્ટ્રી ઊંડા શોકમાં સરી પડી છે. માત્ર ૪૦ વર્ષની વયે સિદ્ધાર્થનું નિધનથી પરિવાર, મિત્રો અને ફેન્સને વજ્રાઘાત લાગ્યો છે.

ડૉક્ટરોના કહેવા અનુસાર સિદ્ધાર્થ શુક્લાનું નિધન હાર્ટ અટેકના કારણે થયું છે. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્‌સમાં સિદ્ધાર્થના મોત સાથે ષડયંત્ર જાેડાયું હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે સિદ્ધાર્થના પરિવારે મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો છે.

લેટેસ્ટ મીડિયા રિપોર્ટ પ્રમાણે, સ્વર્ગસ્થ સિદ્ધાર્થ શુક્લાના પરિવારે મુંબઈ પોલીસને જણાવ્યું છે કે, સિદ્ધાર્થના મોતના કારણ અંગે વિવિધ અફવા ફેલાઈ રહી છે. પરંતુ તેના મોતમાં કોઈ ષડયંત્ર નથી અને તે કોઈ માનસિક દબાણમાં પણ નહોતો. પરિવાર નથી ઈચ્છતો કે સિદ્ધાર્થના મોતના કારણે અંગે કોઈપણ પ્રકારની અફવા ફેલાય.

મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ હતો કે, સિદ્ધાર્થ શુક્લાએ રાત્રે ઊંઘતા પહેલા કોઈ ગોળી લીધી હતી અને ત્યારબાદ તે ઊઠ્‌યો જ નહીં. ડૉક્ટરોએ હાર્ટ અટેકના લીધે મોત થયું હોવાની પુષ્ટિ કરી છે.

સવારે સિદ્ધાર્થને કૂપર હોસ્પિટલમાં લઈ જવાયો ત્યારે તેનું નિધન થઈ ચૂક્યું હતું. જાેકે, હજી તેનું પોસ્ટમોર્ટમ થયું. આ તરફ એવા અહેવાલો પણ વહેતા થયા છે કે, સિદ્ધાર્થ શુક્લા ગત રાત્રે જે બીએમડબ્લ્યૂ કાર દ્વારા ઘરે પહોંચ્યો હતો તેનો પાછળનો કાચ તૂટેલો છે. કારની હાલ જાેતાં ચર્ચા શરૂ થઈ કે શું સિદ્ધાર્થનો કોઈની સાથે ઝઘડો થયો હતો અને તેના કારણે તે ડિસ્ટર્બ હતો?

જાેકે, પોલીસ સમક્ષ સિદ્ધાર્થના પરિવારે આવી કોઈ આશંકા વ્યક્ત નથી કરી. હાલ તો પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ નિધનનું અસલી કારણ હાર્ટ અટેક છે કે કેમ તેની પુષ્ટિ થઈ જશે. સિદ્ધાર્થ પોતાની પાછળ વૃદ્ધ મા અને બે બહેનોને વિલાપ કરતી મૂકી ગયો છે. સિદ્ધાર્થ પોતાની મમ્મીની ખૂબ નજીક હતો અને તેમના લીધે જ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.