સિધ્ધાર્થે છેલ્લે કરણ કુંદ્રા સાથે ફોન પર વાત કરી હતી
મુંબઈ, ૨ સપ્ટેમ્બરે સવારે હાર્ટ અટેક આવતા બિગ બોસ ૧૩ના વિનર અને ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું હતું. બહેન અને જીજાજી દ્વારા તાત્કાલિક તેને કૂપર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું અવસાન થયું હોવાનું જાહેર કરાયું હતું. એક્ટર કરણ કુંદ્રા, કે જે છેલ્લે સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં જાેવા મળ્યો હતો તેણે સિદ્ધાર્થ શુક્લાના નિધન પર શોક વ્યક્ત કરતાં એક ખુલાસો પણ કર્યો છે. એક્ટરે જણાવ્યું છે કે, ગત સાંજે તેણે દિવંગત એક્ટર સાથે વાત કરી હતી.
બુધવારે રાતે કરણ કુંદ્રા અને સિદ્ધાર્થ શુક્લાની ફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન બંનેએ એકબીજાના ખબરઅંતર પૂછ્યા હતા. કરણ કુંદ્રાએ સિદ્ધાર્થ શુક્લાની એક તસવીર શેર કરી છે અને લખ્યું છે ‘આઘાતજનક…હજી ગઈ કાલે રાતે જ તું શું કરી રહ્યો છે તેના વિશે વાત કરી હતી…વિશ્વાસ નથી આવી રહ્યો! ખૂબ જલ્દી જતો રહ્યો મિત્ર ખૂબ જલ્દી જતો રહ્યો આરઆઈપી તું હંમેશા હસતો રહેતો હતો તે યાદ રાખીશ…અત્યંત દુઃખી.
સિદ્ધાર્થ શુક્લાને જૂહુમાં આવેલી આરએન કૂપર હોસ્પિટલમાં સવારે આશરે ૧૦.૩૦ કલાકે લઈ લાવવામાં આવ્યો હતો, તેમ હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું. સિદ્ધાર્થના મોતની ખબર સાંભળીને આખી મનોરંજન ઈન્ડસ્ટ્રી શોકમાં છે.
સેલેબ્સે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ૧૨ ડિસેમ્બર ૧૯૮૦ના દિવસે મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ૨૦૦૪માં સિદ્ધાર્થે ટેલિવિઝન પર ડેબ્યૂ કર્યું હતું. ૨૦૦૮માં બાબુલ કા આંગન છૂટે ના નામની સીરિયલમાં જાેવા મળ્યો હતો. પરંતુ બાલિકા વધૂ શોએ તેને પોપ્યુલારિટી અપાવી હતી.
આ સિવાય તેણે રશ્મિ દેસાઈ સાથે દિલ સે દિલ તક સીરિયલમાં કામ કર્યું હતું. વરુણ ધવન અને આલિયા ભટ્ટ સ્ટારર ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં પણ તે મહત્વના પાત્રમાં જાેવા મળ્યો હતો. સિદ્ધાર્થ શુક્લાએ બિગ બોસ ૧૩ સિવાય ખતરો કે ખિલાડી સીઝન ૭ પોતાના નામે કરી હતી.SSS