સિધ્ધુનું લક્ષ્યાંક ખુરશી હતું અને વાત પંજાબની કરતા હતા : ભગવંત માન
ચંડીગઢ: આમ આદમી પાર્ટીના પંજાબના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ભગવંત માને સત્તાધારી કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે ફકત ખુરશી માટે ચાલી રહેલ કોંગ્રેસીઓની લડાઇએ પંજાબ અને પંજાબીઓને ખુબ મોટું નુકસાન પહોંચાડયું છે. કોંગ્રેસના ધારાસભ્ય નવજાેત સિંહ સિધ્ધનું નામ લીધા વિના ભગવંત માને કહ્યું કે અનેક મોટા કોંગ્રેસી ગત કેટલાક સમયથી પંજાબના નામ પર નિવેદનબાજી કરી રહ્યાં હતાં હવે સ્પષ્ટ થઇ ગયું કે તેમનું લક્ષ્યાંક પણ ફકત ખુરશી મેળવવાનું હતું ભગવંતે કહ્યું કે આગામી ચુંટણીમાં કોંગ્રેસને તેની વ્યાજ સાથે કિંમત ચુકવવી પડશે
માને એક યાદી જારી કરી કહ્યું કે કોંગ્રેસના તમામ નાના મોટા નેતાઓ માટે ખુરશી પર કબજાે જ એકમાત્ર એજન્ડા છે કોઇ ખુરશી બચાવવા માટે લડી રહ્યાં છે તો કોઇ ખુરશી છીનવા માટે તત્પર છે. ખુરશીની આ ભુખથીં પંજાબ પંજાબની ખેતી, વ્યાપાર કારોબાર મહિલાઓ વૃધ્ધ સ્કુલો આરોગ્ય સુવિધા કાયદો વ્યવસ્થા અને નાણાંકીય સંકટ સહિત પંજાબીયતની સાથે જાેડાયેલા મુદ્દાને એક તરફ કરી દીધા છે. જયારે અનેક મોટા કોંગ્રેસીઓના મુખૌટા પણ ઉતરી ગયા છે જેનું લક્ષ્યાંક ખુરશી હતું પરંતુ નિવેદનબાજી તો પંજાબના ના પર કરતા હતાં.
માને સવાલ કર્યો કે મુખ્યમંત્રી અમરિંદર સિંહ સહિત સમગ્ર કોંગ્રેસને એ વાતની જરા પણ ચિતા છે કે નાણાંકીય સંકટના કારણે પંજાબી યુનિવર્સીટી બંધ થવાના આરે છે અને એક કાવતરા હેઠળ પંજાબ યુનિવર્સિટી ચંડીગઢ પંજાબથી પુરી રીતે છીનવાઇ રહી છે.
માને કહ્યું કે કોંગ્રેસની આ આંતરિક આગને જનતાના લોહી પસીનાથી બુઝાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ગત બાદસ સરકારની જેમ નિયમોનો ભંગ કરી હરીશ રાવતે જે રીતે સરકારી હેલીકોપ્ટરનો દુરૂપયોગ કર્યો તે કોંગ્રેસ કે ૧૦ જનપથના પૈસાથી નહીં પરંતુ પંજાબની જનતાના ટેકસના પૈસાનો થયો છે. માને કહ્યું કે ગત સાડા ચાર વર્ષોમાં વચનો પુરા નહીં કરનાર કોંગ્રેસને પંજાબની જનતાએ પુરી રીતે પાઠ ભણાવવાનું માન બનાવી લીધુ છે.