Western Times News

Gujarati News

સિધ્ધુ અધ્યક્ષપદે ચાલુ રહેવા માની ગયા હોવાની અટકળ

ચંદિગઢ, પંજાબમાં નવજાેત સિંહ સિધ્ધુ અને હાઈ કમાન્ડ વચ્ચે ફરી સમાધાન થાય તેવુ લાગી રહ્યુ છે. સિધ્ધુએ પણ પ્રદેશ અધ્યક્ષ પદે ચાલુ રહેવા માટે સંમતિ આપી હોવાની અટકળો શરૂ થઈ છે.

મળતી વિગતો પ્રમાણે પંજાબ સીએમ ચન્ની અને નવજાેત સિંહ સિધ્ધુ સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધન કરી શકે છે. સિધ્ધુને ખુશ રાખવા માટે કોંગ્રેસ પાર્ટીએ આશ્વાસન આપ્યુ છે કે, એક સમન્વય સમિતિ બનાવવામાં આવશે અને તેને વિશ્વાસમાં લઈને જ પંજાબ સરકાર કોઈ પણ નવો ર્નિણય લેશે. આ પહેલા ચન્ની અને સિધ્ધુ વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી.

સૂત્રોનુ કહેવુ છે કે, સિધ્ધુ ફરી અધ્યક્ષ બનવા માટે માની ગયા છે અને કોંગ્રેસ દ્વારા જે સમન્વય સમિતિ બનાવાશે તેમાં મુખ્યમંત્રી ચન્ની, સિધ્ધુ તેમજ કોંગ્રેસનો એક પ્રતિનિધિ સામેલ હશે. સિધ્ધુએ બે દિવસ પહેલા અચાનક પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપતા કોંગ્રેસના નેતાઓ પણ ચોંકી ઉઠ્‌યા હતા અને આ મામલામાં કોંગ્રેસનો ભારે ફજેતો પણ થયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.