Western Times News

Gujarati News

સિનિયર કે.જી.માં એડમિશન લેનારા બાળકનું વર્ષ બગડશે

અમદાવાદ, નવા વર્ષે ગુજરાતની સ્કૂલોમાં ચાર વર્ષની વયે સિનિયર કે.જી.માં પ્રવેશ મેળવનારા બાળકોનું એક વર્ષ બગડશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી ૬ વર્ષ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને જ ધોરણ ૧માં પ્રવેશ આપવાનો ર્નિણય લેવાયો છે.

જેથી ચાલુ વર્ષે સિનિયર કે.જી.માં પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોએ જ પ્રવેશ લેવાનો હશે. અત્યાર સુધી ચાર વર્ષ પૂરા થયા હોય તેવા બાળકોને સિનિયર કે.જીમાં પ્રવેશ અપાતો હતો. ૫ વર્ષની વય થઈ જતાં તેઓ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે લાયક ગણતા હતા.

પરંતુ નવા નિયમના કારણે શૈક્ષણિક વર્ષમાં જાે વાલીઓ પોતાના બાળકોને ચાર વર્ષે સિનિયર કે.જી.માં પ્રવેશ અપાવશે તો ત્યાર પછીના વર્ષે તેઓ ધોરણ ૧માં પ્રવેશ માટે લાયક નહીં બને અને તેમને ૧ વર્ષ સિનિયર કે.જીમાં રિપીટ કરવાની ફરજ પડશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રને કરીને ધોરણ ૧માં પ્રવેશ માટેની વય મર્યાદા ૨૦૨૩-૨૪થી છ વર્ષ કરવાનો ર્નિણય લેવાયો છે. જેથી ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષમાં ૧ જૂન ૨૦૨૩ના રોજ જે બાળકને ૬ વર્ષ પૂર્ણ થયા હશે તેમને જ ધોરણ ૧માં પ્રવેશ ફાળવવામાં આવશે.

હાલ ધોરણ ૧માં પ્રવેશ માટેની વય મર્યાદા ૫ વર્ષ છે. જેથી શાળાઓ ૩ વર્ષના બાળકને જૂનિયર કે.જી.માં, ૪ વર્ષના બાળકને સિનિયર કે.જીમાં. અને ૫ વર્ષના બાળકને ધોરણ ૧માં પ્રવેશ આપે છે. જાેકે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં આ ફોર્મ્યુલા મુજબ પ્રવેશ અપાશે તો મુશ્કેલી થશે તેમ દેખાઈ રહ્યું છે. નવા શૈક્ષણિક વર્ષ એટલે ૨૦૨૨-૨૩માં ધોરણ ૧માં ૫ વર્ષના બાળકને પ્રવેશ મળશે.

પરંતુ જાે તમારું બાળક ૪ વર્ષનું હોય અને તમે તેને સિનિયર કે.જી.માં પ્રવેશ અપાવ્યો હશે તો તેનું ૧ વર્ષ બગડશે. નવા વર્ષમાં બાળકને પાંચ વર્ષ પૂરા થયા હોય તો જ સિનિયર કે.જીમાં એડમિશન મળી શકશે. તે પછીના વર્ષે બાળક ૬ વર્ષનું થતાં પહેલા ધોરણમાં પ્રવેશ મળશે.

પરંતુ જાે વાલી કે સ્કૂલ હાલ ચાર વર્ષના બાળકને સિનિયર કે.જીમાં પ્રવેશ આપશે તો ત્યાર પછીના શૈક્ષણિક વર્ષમાં બાળકની ઉંમર ૫ વર્ષ જ થતાં તે ધોરણ ૧માં પ્રવેશ માટે લાયક નહીં ગણાય. જેના કારણે તેનું એક વર્ષ બગડશે.

નવા શૈક્ષણિક વર્ષમાં તમારું બાળક ૩ વર્ષનું હોય તો તેને નર્સરીમાં મૂકવું જાેઈએ. એ જ રીતે ૪ વર્ષનું હોય તો જૂનિયર કે.જી. અને ૫ વર્ષનું હોય તો સિનિયર કે.જી.માં મૂકવું જેથી તેનું વર્ષ બગડતું અટકે. હાલની સ્થિતિને જાેતાં કેટલીય સ્કૂલો આ નિયમથી અજાણ વાલીઓને અવગત કરે છે જેથી વિદ્યાર્થીનું વર્ષ ના બગડે. તો કેટલીક શાળાઓ પ્રવેશ આપી પણ દે છે.

સ્થાનિક અખબાર નવગુજરાત સમયના અહેવાલ મુજબ દીવાન બલ્લુભાઈ સ્કૂલમા નિયામક ડૉ. કિરીટ જાેષીએ કહ્યું, ‘શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી ધોરણ ૧માં પ્રવેશ માટેની ઉંમર ૬ વર્ષ કરવામાં આવી છે અને તે અંગે સરકારે અગાઉથી પરિપત્ર કરી દીધો છે.

જેથી નવા શૈક્ષણિક વર્ષમાં કોઈ બાળક સિનિયર કે.જી.માં પ્રવેશ માટે જાય તો ૪ વર્ષનું બાળક હોય તો તેને સિનિયર કે.જી.માં પ્રવેશ ના આપવો જાેઈએ. જાે વાલી ૧ જૂન ૨૦૨૨ના રોજ બાળકને ચાર વર્ષ પૂરા થતાં હોય અને સિનિયર કે.જી.માં પ્રવેશ લે તો ત્યાર પછીના વર્ષ એટલે કે ૧ જૂન ૨૦૨૩માં તે ૫ વર્ષનો થશે.

જાેકે, તે વર્ષથી જ ધોરણ ૧માં પ્રવેશની લાયકાત ૬ વર્ષ કરવામાં આવી છે જેથી તે બાળકને ધોરણ ૧માં પ્રવેશ નહીં મળે અને તેણે સિનિયર કે.જી. રિપીટ કરવું પડશે. જેથી ચાર વર્ષ પૂરા કર્યા હોય તેમને નવા વર્ષમાં સિનિયર કે.જી.માં નહીં પણ જૂનિયર કે.જી.માં પ્રવેશ લેવો જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.