Western Times News

Gujarati News

સિનિયર સિટિજનોને બજેટમાં વધુ રાહત મળે તેવી સંભાવના

ન્યૂક્લિયર ફેમિલીના દોરમાં વરિષ્ઠ નાગરિક આત્મનિર્ભર રીતે બચત-ઈન્કમના આધાર ઉપર જીવન ગાળી રહ્યા છે
નવીદિલ્હી, પહેલી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે નાણાંમંત્રી નિર્મલા સીતારમન બજેટ રજુ કરવા જઈ રહ્યા છે ત્યારે બજેટને લઈને તમામ વર્ગની અપેક્ષાઓ વધી ગઈ છે. કોને શું મળશે તેને લઈને ભારે ચર્ચા જાવા મળી રહી છે. સિનિયર સિટિજનો પણ બજેટને લઈને રાહ જાઈ રહ્યા છે. તેમના ખિસ્સામાં વધારે પૈસા આવશે કે કેમ તેને લઈને વરિષ્ઠ લોકો પણ બજેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે. હાલના વર્ષોમાં સંયુક્ત ભારતીય પરિવારોએ ન્યુÂક્લયર ફેમિલીનો રસ્તો ખોલી દીધો છે.

આનો મતલબ એ થયો કે આજે વધુને વધુ સિનિયર સિટિજન લોકો આત્મનિર્ભર રીતે તેમની બચત અને આવકના ભરોસે જીવન ગાળી રહ્યા છે. નિવૃત લોકો ઇચ્છે છે કે, અંતર ખતમ કરવામાં આવે સિનિયર અને સુપર સિનિયર એક થઈને તે સંદર્ભમાં નિર્ણય લેવામાં આવે. સરકાર સિનિયર સિટિજનોને મોંઘવારીને ધ્યાનમાં લઈને બચત અને મુડીરોકાણ માટે વિકલ્પ આપી શકે છે.

ગયા વર્ષમાં કરવામાં આવેલા આર્થિક સર્વેમાં ભારતમાં મોટા વરિષ્ઠ નાગરિકોની હિસ્સેદારી એટલે કે ૬૦ વર્ષ અથવા તો તેનાથી વધુના વયના લોકોની સંખ્યા ૨૦૧૧માં ૮.૬ ટકાથી વધીને ૨૦૪૧માં ૧૬ ટકા સુધી પહોંચી જશે. આવી Âસ્થતિમાં ઉપયોગી બજેટ સંબંધિત જાહેરાતો વેળા આ વર્ગના લોકોની જરૂરીયાતોને ધ્યાનમાં લેવાની જરૂર પડશે. સિનિયર સિટિજનની સાથે સાથે બજેટ સંબંધિત આશા પર ચર્ચા કરતીવેળા તમામ મુદ્દાઓ કરતા એક મુદ્દો સૌથી મહત્વપૂર્ણ હતો અને આ મુદ્દો ટેક્સ બ્રેકનો રહ્યો છે.

ટેક્સ બ્રેકની આ વધતી માંગના કારણે તેમના અને બીજાની ઇન્કમમાં વર્તમાન સમયમાં અંતરની Âસ્થતિ રહેલી છે. એક સિનિયર સિટિજન જેને પેશન મળતી નથી તે બેંક સેવિંગ અને ડેટ મુડીરોકાણ જેવા ફિક્સ ડિપોઝીટથી થનાર વ્યાજની આવક પર આધાર રાખે છે. આ મામલામાં તેમની ચિંતાનો વિષય વ્યાજદળમાં થનાર ઉતાર ચઢાવની Âસ્થતિ છે.

જેથી તેમની આવકમાં ઘટાડો થઈ જાય છે. બીજી બાજુ પેન્શન આવક પર નિર્ભર રહેનાર સિનિયર સિટિજનોને આરોગ્ય અને સામાજિક સુરક્ષા જેવા અન્ય બિન સુરક્ષિત પાસાઓને ધ્યાનમાં રાખવા પડે છે. આ તમામ બાબતોને ધ્યાનમા ંલઈને નાણાંમંત્રી નિર્ણલા સીતારમન બજેટમાં કેટલાક વરિષ્ઠ નાગરિકોલક્ષી નિર્ણય કરી શકે છે. ટેક્સ સ્લેબમાં પણ કામ કરવાની જરૂરીયાત દેખાઈ રહી છે. સિનિયર સિટિજનોને અલગ અલગ રેટથી ટેક્સ ચુકવણી ફરજ પડે છે.

સરકારને આ ટેક્સ સ્લેબમાં ફરીથી કામ કરવાની જરૂર છે. સિનિયર સિટિજનોના હાથમાં વધુ પૈસા આવે તેવા પ્રયાસ કરવા જાઈએ. હાલમાં ટેક્સ ઉપર અલગથી ચાર ટકાના આરોગ્ય અને એજ્યુકેશન સેસ લેવામાં આવે છે. સરકારને સિનિયર સિટિજનોને આ સેસ અને અન્ય સરચાર્જમાંથી રાહત આપવી જાઈએ જેથી તેમના હાથમાં આરોગ્ય અને અન્ય જરૂરીયાત માટે વધુ નાણાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.